ટંકારાના સરાયા ગામે એસટીની અનિયમિતતા મુદે વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન

- text


દસ જેટલી બસોને રોકી દેવાય : મુસાફરો અટવાયા: પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ: વિધાર્થીઓ પોતાની માંગ પર અડગ

ટંકારા : ટંકારા જામનગર રોડ ઉપર સરાયા ગામ પાસે રોજેરોજ એસટી બસની અનિયમિતતાને લઈને પડતી હાડમારીથી કંટાળી ગયેલા છાત્રાએ આજે સવારે બસ રોકો આંદોલન કરીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. વિધાર્થીઓ દસ જેટલી બસોને રોકી દેતા મુસાફરો અટવાયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને મામલો કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે વિધાર્થીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા.

- text

ટંકારા જામનગર રોડ ઉપર સરાયા ગામ પાસે એસટી બસની અનિયમિતાના મુદે રોષે ભરાયેલા છાત્રાએ ચક્કાજામ કરી દીધો હતો અને વિધાર્થીઓ દસ જેટલી બસોને રોકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના પગલે મુસાફરો ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં તાકીદે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે વિધાર્થીઓને પોતાની એક માંગ પર અડગ રહ્યા હતા કે, આ રૂટની બસોની રોજરોજની અનિયમિતાનાથી છાત્રોને અભ્યાસમાં મુશ્કેલી પડતી હોય એ બાબતે રજુઆત કરવા છતાં ડેપો મેનેજર ધ્યાન ન દેતા વિધાર્થીઓને જ્યાં સુધી થઈ રહેલો અન્યાય દૂર નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો નીર્ધાર કર્યો હતો. મોરબી એસટી ડેપો દ્વારા ટંકારા રૂટની રાત્રી બસોમાં પણ અન્યાયકારી વલણ દાખવવામાં આવે છે. જ્યાં સુધી એસટી ડેપો મેનેજર અહીં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું સાફ શબ્દોમાં વિધાર્થીઓ પોલીસને જણાવી દીધું છે.

હાલ બધી બસોને ટંકારા જામનગર રોડ ઉપર સરાયા ગામ પાસે અટકાવી દેવામાં આવી છે.મોરબીમાં છાત્રાલયમાં અભ્યાસ કરતા બાળાઓ અને કોલેજના વિધાર્થીઓ પરેશાન છે.જેમાં ટાંકરા જામનગર રોડ પર આવતા જબલપુર, કલ્યાણપર પાટીએ, સરાયા ,સાવડી, નેસડા,બંગાવડી,ઓટાળા સહિતના ગ્રામ્ય રૂટના છાત્રોને બસમાં ખીચોખીચ ઘેટાં બકરાની જેમ ભરવામાં આવે છે.સાથેસાથે બસો અનિયમિત હોવાથી વિધાર્થીઓને ભારે હાલાકી પડે છે.આ મુદ્દે વિધાર્થીઓ આજે બસ રોકો આંદોલન કરીને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની સાથે હાલ વિધાર્થીઓ અડગ રહ્યા છે.

- text