મોરબી સ્વચ્છતા અભિયાનની ટીમ કાલે રવિવારે પાલિકા કચેરી સામે સફાઈ કરશે

- text


સફાઈ પ્રશ્ને નિષ્ફળ રહેલા પાલિકા તંત્રને ફરજનું ભાન કરાવવાનો સકારાત્મક પ્રયાસ કરાશે

મોરબી : મોરબી પાલિકા તંત્ર સફાઈ પ્રશ્ને એટલી હદે નિષફળ ગયું છે કે શહેરમાં અન્ય જગ્યાએ તો ઠીક પણ ખુદ પાલિકા કચેરી સામે ગાંધીચોક પાસે ગંદકીના ગંજ ખડકાયા છે.એથી કાલે રવિવારે મોરબી સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા પાલિકા કચેરીની સામે ગાંધીચોક ખાતે સફાઈ અભિયાન હાથ ધરાશે અને તંત્રને ફરજનું ભાન કરવાનો સકારાત્મક પ્રયાસ કરાશે.

- text

મોરબીને સ્વચ્છ અને સુઘડ શહેર બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી તબીબો, ઉધોગકારો અને જાગૃત નાગરિકોની સ્વચ્છતા અભિયાનની ટીમ મેદાને આવી છે અને દર રવિવારે શહેરના કોઈને કોઈ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા સઘન સફાઈ કરવામાં આવે છે.ત્યારે આવતીકાલે રવિવારે મોરબી સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા મોરબી પાલિકા કચેરીની સામે ગાંધીચોક ખાતે સફાઈ અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને કાલે રવિવારે સ્વચ્છતા અભિયાનની ટીમ ગાંધીચોક પાસે સઘન સફાઈ કરશે.જોકે મોરબી નગરપાલિકા તંત્ર સફાઈ પ્રશ્ને એટલી હદે લાપરવાહ બન્યું છે શહેરના અન્ય વિસ્તારોમાં તો ઠીક પણ ખુદ પાલિકા કચેરી સામે આવેલ ગંદકીના ગંજને પણ ગણકારતું નથી.તેથી તંત્રને તેની જવાબદારીનું ભાન કરાવવા માટે સઘન સફાઈ કરવામાં આવશે.આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવાનું સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને સફાઈ અભિયાનમાં જોડાવવા માંગતા લોકોએ વોટ્સઅપ ગ્રુપ https://chat.whatsapp.com/CUqyHSpeWcIADOYEkOMmnK જોઈન કરવા અનુરોધ કરાયો છે.

- text