ખાખરેચીમાં ડૉ. વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદશન યોજાયું

- text


માળીયા (મી.) : મોરબી અને માળીયા સંકુલનુ શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચી ખાતે “ડો. વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદશર્ન” યોજવામાં આવ્યું હતું. આ પ્રદશનમાં મોરબી તાલુકાની માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળાઓ દ્વારા કુલ 40 કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તેમજ માળીયા તાલુકાની માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળામાંથી કુલ 23 કૃતિઓ રજુ કરાઈ હતી. શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીના વિદ્યાર્થીઓ દ્વારા ઓપન વિભાગમાં કુલ 20 કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આજુબાજુના વિસ્તારની તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ તેમજ ગામના લોકોએ આ ગણિત-વિજ્ઞાનના પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. આ કાર્યકમને સફળ બનાવવા માટે સમગ્ર ગ્રામ પંચાયત તેમજ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યકમમાં માળીયાના મામતલદાર તથા ડી.ઈ.ઓ. કચેરીના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને સરપંચની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યકમ યોજાયો હતો.

- text