મોરબીના પિયુષ મંડપ સર્વિસ દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના પિયુષ મંડપ સર્વિસ દ્વારા આગામી તા. 17 સપ્ટે.થી મોરબી-રાજકોટ હાઇવે ટચ ઉમા પાર્ટી પ્લોટ ખાતે કચ્છ માતાના મઢે જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાત્રિકો માટે નાહવા માટેની વ્યવસ્થા, ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થા, સવારે તથા બપોરે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી માટે પિયુષ મંડપ સર્વિસને મો. 98252 91449 તથા 97129 91449 પર સંપર્ક કરવાનો રહેશે.

- text