મોરબીમાં કાલે ગુરુવારે અગલે બરસ તુમ જલ્દી આનાના નાદ સાથે ગણેશ વિસર્જન

- text


પાલિકા દ્વારા નીર્ધારીત ચાર સ્થળેથી તમામ ગણેશજીની મૂર્તિઓ એકઠી કરીને આરટીઓ પાછળ ખાડીમાં વિસર્જન ક્રરાશે

મોરબી : ગણપતિ મહોત્સવ અંતિમ ચરણોમાં પહોંચી ગયો છે.ત્યારે મોંઘેરા મહેમાનના વિદાયની ઘડી આવી પહોંચી છે. આવતીકાલે ગુરુવારે શહેરમાં ઠેરઠેર કરાયેલા ગણપતિની મૂર્તિઓની ધામધૂમથી ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવશે બાદમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરાશે.જયારે મોરબી પાલિકા તંત્ર દ્વારા ગણેશ મૂર્તિઓના સામુહિક વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે.કાલે શહેરના ચાર સ્થળોએ તમામ ગણેશજીની મૂર્તિઓ એકઠી કરીને મોરબી બાયપાસ પર આરટીઓ પાછળ ખાડીમાં વિસર્જન કરવામાં આવશે.

- text

મોરબીમાં ઠેરઠેર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.દસ દિવસ સુધી ભવિકો ગણેશજીની ભક્તિમાં એકાકાર થઈ ગયા હતા.દરરોજ પાંડાલોમાં નિયમિત પૂજા અર્ચના અને મહાઆરતી સાથે સમગ્ર શહેરીજનો દ્વારા ગણેશજીની આરાધના કરવામાં આવી હતી.ત્યારે હવે આ મોંઘેરા મહેમાનની ઘડી આવી પહોંચી છે.દસ દિવસ સુધી દુંદાળા દેવની તન મન ધનથી પૂજા અર્ચના કર્યા બાદ આવતીકાલે શહેરીજનો અગલે બરસ તુમ જલ્દી આનાના નાદ સાથે મોંઘેરા મહેમાનને ભાવભેર વિદાય આપશે અને શહેરમાં તમામ જગ્યાએ સ્થાપન કરાયેલા ગણેશજીની વાજતે ગાજતે ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવશે.બાદમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.જોકે સ્વૈચ્છિક વિસર્જનને કારણે ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય આ ઘટનાઓ નિવરાવા માટે મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ આવતીકાલે ગણેશજીની મૂર્તિઓના સામુહિક વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આવતીકાલે સવારથી રાત્રી સુધી શહેરના શનાળા રોડ પર ગાંધીના કારખાના પાસે, જેલરોડ પરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, વીસીપરા, સામાકાંઠે આવેલ એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી ગણેશજીની તમામ મૂર્તિઓ એકઠી કરવામાં આવશે.બાદમાં આ મૂર્તિઓનું ક્રેઇનની મદદથી મોરબી બાયપાસ આરટીઓ પાછળ ખાડીમાં વિસર્જિત કરાશે.

- text