સીરામીક્ષ એક્સપોમાં ચાઈનાની વિશાળકાય કાઉન્સીલ CCPITનું ડેલીગેશન પણ પધારશે

- text


વિશ્વના તમામ દેશોમાં માલ સપ્લાય કરતા ચાઈનાના બાયર્સ મોનોપોલી ધરાવતી સ્લેબ જેવી પ્રોડકટ મોરબીથી ખરીદવા આતુર

મોરબી : આગામી નવેમ્બર માસમાં યોજાનાર સીરામીક્ષ એક્સપો 2019ની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાથો સાથ બેઠકોનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સીરામીક્ષ એક્સપોની ટીમે ચાઈનાના વિશાળકાય કાઉન્સીલ CCPIT સાથે બેઠક કરી હતી. જે સફળ નિવડતા કાઉન્સિલનું ડેલીગેશન સીરામીક્ષ એક્સપોમાં પધારવાનું છે.

આગામી નવેમ્બર માસમાં તા. ૨૧ થી ૨૪ સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં સીરામિક્ષ કોન્કલેવ એન્ડ એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઈ શકે છે. આ એક્સપોમાં કુલ અંદાજીત ૨૦૦૦ થી વધુ બાયર્સ ફોરેનથી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે.

મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સીરામિક્ષ એક્સપોના આયોજક તથા સીરામીક એક્સપોર્ટ માર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ સીરામીક્ષ એક્સપો 2019ને વિદેશ ઉપરાંત કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રિય સ્તરે યોજાનાર આ સિરામિક્ષ એક્સ્પોનું પ્રમોશન વિદેશ ઉપરાંત દેશભરમાં પણ ચાલી રહ્યું છે. સિરામિક પ્રોડક્ટ્સ ધરાવતું દક્ષિણ એશિયાનું આ એક માત્ર એકઝીબિશન હોવાના કારણે સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશની દરેક વ્યક્તિ માટે આની મુલાકાત લેવી ફરજિયાત બની જાય છે.

- text

હાલ જે દેશોમાં મોરબીના સીરામીક ઉદ્યોગો માટે વધુ તક રહેલી છે. તે દેશો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ત્યાંના એસોસિએશનો સાથે મંત્રણાના દૌર ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક એસોસિએશનો સાથેની મંત્રણાઓ સફળ રહી છે. જેથી હજારોની સંખ્યામાં વિદેશી બાયર્સ આ એક્સપોમાં પધારવાના છે. તાજેતરમા સીરામીક્ષ એક્સપોની ટીમે ચાઈનાના CCPIT બિલ્ડીંગ મટીરીયલ્સ એસોસિએશન સાથે મુલાકાત કરી હતી.

ચાઈનાના બાયર્સ સમગ્ર વિશ્વમાં માલની સપ્લાય કરે છે. ત્યાંના મેન્યુફેકચર્સ પાસે સ્લેબ, મોટા મારબલ જેવી પ્રોડક્ટ માટેની ટેકનોલોજી નથી. જેથી તેઓ આ પ્રોડક્ટ મોરબીથી ખરીદવા આતુર છે. માટે તેઓનું 30 થી 50 બાયર્સનું ડેલીગેશન સીરામીક્ષ એક્સપોમાં આવવાનું છે. તેમની હાજરીથી અહીંના સીરામીક ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થવાનો છે.

- text