મોરબી :સ્માર્ટ ફોન વાપરતા અવડતો નથી તેમ કહીને આચાર્યએ રાજીનામુ ધરી દીધું !!

- text


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રૂબરૂ બોલાવી સમજાવટ કરતા આચાર્યએ બીએલઓની કામગીરી માટે સ્માર્ટ ફોન શીખવાની ખાતરી આપીને રાજીનામુ પરત ખેંચ્યું

મોરબી : મોરબીના હરિપર કેરાળા ગામની શાળાના આચાર્યના રાજીનામાંનો પત્ર આજે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતી.જેમાં અચાર્યએ સ્માર્ટ ફોન વાપરતા આવડતો નહિ હોવાથી બી.એલ.ઓની ઓનલાઇન કામગીરી કરવામાં મુશ્કેલી પડતી હોય પોતાના પદેથી સ્વૈચ્છીક રાજીનામુ આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો.જેને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રૂબરૂ બોલાવીને સમજાવટનો પ્રયાસ કરતા આચાર્યએ સ્માર્ટ ફોન શીખવાની ખાતરી આપીને રાજીનામું પરત ખેંચ્યું હોવાનું જાણવા મળે છે.

- text

મોરબી તાલુકાના હરિપર કેરાળા ગામની શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા રમેશકુમાર શિવલાલભાઈ જાકાસણીયાનો રાજીનામાંનો પત્ર આજે સોશ્યલ મીડિયા વાયરલ થયો હતો.જોકે રાજીનામના દર્શાવેલા કારણને પગલે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઇ હતી.જેમાં આચાર્યના નામેં પ્રસિદ્ધ થયેલા આ પત્રમાં આચાર્યએ જણાવ્યું હતું કે, છેલ્લા છ માસથી શૈક્ષણિક કામગીરી તથા શિક્ષકોને સોંપવામાં આવતી અન્ય કામગીરી ઓનલાઇન થઈ ગઈ છે .ખાસ કરીને બી.એલ.ઓ.ની કામગીરી ઓનલાઈન કરવાની હોય છે.પણ હું સ્માર્ટ ફોન વાપરતો નથી અને મને સ્માર્ટ ફોન વાપરતા અવડતો નથી.જેથી આવી ઓનલાઈન કામગીરી કરવામાં ઘણી મુશ્કેલી પડે છે.તેથી હું નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામુ આપું છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ઉદ્દેશીને રાજીનામુ મજુર કરવા પત્રમાં જણાવ્યું હતું.

આ પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હરકતમાં આવ્યા હતા.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે.આ અંગે પ્રિન્સિપાલને રૂબરૂ બોલાવીને સમજાવવાના પ્રયાસો કર્યા હતા.જેથી પ્રિન્સિપાલે સ્માર્ટફોન શીખવાની ખાતરી આપીને રાજીનામુ પરત ખેંચ્યું હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

- text