મોરબીના મારૂતિ પ્લોટના સાર્વજનિક પ્લોટમાં થયેલા દબાણો સામે કલેકટરને રજુઆત

- text


ગેરકાયદે થયેલા દબાણોના કારણે રહીશો પ્લોટનો ઉપયોગ ન કરી શકતા હોવાની રાવ

મોરબી : મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં આવેલ મારુતિ પ્લોટના રહીશોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સાર્વજનિક પ્લોટને ખુલ્લો કરી આપવાની માંગ કરી છે.

મારુતિ પ્લોટના રહીશોના જણાવ્યા મુજબ અહીં 32 જેટલા પ્લોટ આવેલ છે જેમાં અનેક પરિવારો પોતાના મકાન બનાવીને રહે છે. મારુતિ પ્લોટમાં બે જેટલા સાર્વજનિક પ્લોટ આવેલ છે જેના પર ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે. મારુતિ પ્લોટના રહીશોને પોતાના પ્રસંગો માટે આ પ્લોટની ખાસ જરૂર છે પરંતુ પ્લોટ પર ગેરકાયદે દબાણ હોવાથી તેનો ઉપયોગ કરી શકાતો નથી.

- text

મારુતિ પ્લોટના રહીશોએ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ જિલ્લા કલેક્ટર આર.જે.માકડીયાને આવેદનપત્ર આપી સાર્વજનિક પ્લોટ પર થયેલ ગેરકાયદે દબાણ દૂર કરી આપવા માંગ કરી છે. જીલ્લા કલેક્ટરે રહીશોને તાત્કાલિક સાર્વજનિક પ્લોટ પર થયેલ દબાણ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી પણ છે.

- text