ટંકારા : ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે પુર અસરગ્રસ્તોની જઠરાગ્નિ ઠારી

- text


ટંકારા : ટંકારા તાલુકામાં ગઈકાલે અતિભારે વરસાદથી પ્રભાવિત થયેલ એરીયામા જઈને ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ ફ્રેશ ગરમા ગરમ પુરી-ભાજી અસરગ્રસ્તોને જમાડી જઠરાગ્નિ ઠારી હતી.

ટંકારામાં અતિભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારમાં પોલિસ જવાનો, મામલતદાર તેમજ મોરબી અપડેટ ન્યુઝના જયેશ ભટાસણા સાથે રહીને જે દિલધડક રેસ્કયુનો વિડીયો જે સમગ્ર ગુજરાતમા વાયરલ થયો તેનાથી ખુદ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રભાવિત થયા છે તેવા સંજોગોમાં ટંકારા તાલુકાનું નામ ગુંજતું રહે અને માનવતાની મિશાલ ઝળહળતી રહે અને માનવતા મહેકતી રહે તેવા ઉદ્દેશથી ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાઅે પણ અસરગ્રસ્તો માટે પુરી-ભાજી જમાડી લોકોની જઠરાગ્નિ ઠારી હતી. ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજાઅે ખુદ તેમના ઘેર રસોઈ બનાવી હતી. આ કામમાં ગૌતમભાઈનો પરીવાર તેમજ રંભામાઁનો પરીવારે સેવા આપી હતી. ટંકારા તાલુકા પંચાયત સામે કલ્યાણપર રોડ,ખીજડીયા રોડ પર આવેલ આશરે ૨૩૦ બાળકો,વૃદ્ધો,મહિલાઓને ભાવથી ભોજન જમાડ્યા હતા.

- text

- text