મોરબીમાં મચ્છુ જળ હોનારતની 40મી વરસીએ મૃતાત્માઓને અશ્રુભીની અંજલિ અપાઈ

- text


નગરપાલિકા દ્વારા હોનારતના સમયે 21 સાયરન વગાડીને મૌન રેલી કાઢી મણીમંદિર ખાતે આવેલ મૃતાત્માઓના સ્મૃતિ સ્તભને પુષ્પાજલી અર્પણ કરાઈ : દિવગતોને પુષ્પાજલી અર્પણ કરતી વખતે પુર અસરગ્રસ્તોની આંખોમાંથી આસુંઓના પુર ઊમટયા

મોરબી : મોરબીના ઇતિહાસમાં સૌથી મોટી ગોઝારી કહી શકાય એવી મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 40 વર્ષ પુરા થયા છે.ત્યારે વર્ષોની પ્રણાલી મુજબ મોરબી નગરપાલિકા દ્વારા આજે મચ્છુ જળ હોનારતની 40મી વરસીએ મૃતાત્માઓને શ્રદ્ધાંજલી આપવા માટે 21 સાયરન વગાડીને મૌન રેલી કાઢવામાં આવી હતી.જેમાં રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઈને મીન રેલી સ્વરૂપે મણીમંદિર પાસે પહોંચી ત્યાં આવેલ મચ્છુ જળ હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્તભને પુષ્પાજલી અર્પણ કરી હતી . જ્યારે દિવગતોને પુષ્પાજલી આપતી વખતે પુર અસરગ્રસ્તોની આંખોમાંથી આસુંના પુર ઊમટતા ઉપસ્થિત સો કોઈની આખો ભીની થઇ ગઇ હતી.

મોરબીમાં 11 ઓગસ્ટ 1979ના દિવસે મચ્છુ ડેમ તૂટતાની સાથે મચ્છુના પૂરે એક જ ઝાટકે મોરબી શહેર તબાહ કરી નાખ્યું હતું.મચ્છુના પુર રીતસર મોટનું તાંડવ કરતા કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાઈ એટલી ભયકર તારાજી થઈ હતી.મચ્છુના રાક્ષસી કદના મોજા સમગ્ર શહેરમાં કાળ બનીને ત્રાટકતા અનેક લોકોને ભાગવાની પણ તક મળી ન હતી અને સેંકડો લોકો મચ્છુના પુરમાં તણાઈ જવાથી મોતની આગોશમાં સમાઈ ગયા હતા.તેમજ અનેક પશુઓ મૃત્યુ પામ્યા હતા.તે વખતે ચારેકોર લટકતી માનવ લાશો અને મૃતકો પાછળ હૈયાફાટ રુદન કરતા આપતાજનોથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું.મચ્છુ જળ હોનારતની ઘટના પછી મોરબી ફિનિફ્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થઈને અકલ્પ વિકાસ સાધ્યો છે.મોરબી આજે વિકસિત શહેરની હરોળમાં આવી ગયું છે પણ હજુ મોરબીવાસીઓ આ ભયાનક ઘટનાને ભૂલી શક્યા નથી.ત્યારે મોરબીને તહસ નહસ કરીને પળવારમાં સ્મશાનમાં ફેરવી દેનાર મચ્છુ પુર દુર્ઘટનાની આજે 40મી વરસીએ સમગ્ર મોરબીવાસીઓએ મૃતાત્માઓને સાચા દિલથી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

મચ્છુ જળ હોનારતની આજે 40મી વરસીએ મોરબી નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા કચેરી ખાતેથી મૌન રેલી કાઢવામાં આવી હતી અને મૃતાત્માઓને શ્રદ્ધાંજલી આપવા માટે 21 સાયરન વગાડવામાં આવ્યા હતા.પ્રથમ સાયરન વાગતાની સાથે આ મૌન રેલી નગરપાલિકાએથી નીકળી હતી અને 21 સાયરન પુરા થાય ત્યાં સુધીમાં મોરબીના માર્ગો પર ફરીને મણીમંદિર ખાતે આવેલા મૃતાત્માઓના સ્મૃતિ સ્તભે પહોંચી હતી.આ મૌન રેલીમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને બ્રીજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેકટર આર.જે.માકડીયા, ડીડીઓ એસ એમ ખટાણા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ડે. કલેકટર એસ.જે.ખાચર, ડો.જ્યંતીભાઈ ભાડેશીયા, ન્યુ પેલેસના મનહરસિંહ જાડેજા અને જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા સહિતના મહાનુભવો અને મોટી સંખ્યામાં લોકો જોડાઈને દિવગતોના સ્મૃતિ સ્તભને પુષ્પાજલી અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી .જ્યારે દિવગતોને પુષ્પાજલી અર્પણ કરતી વખતે પુર અસરગ્રસ્તોની અખોમાંથી આસુના પુર ઊમટતા ભારે કરુણા સભર દ્રશ્યો સર્જાયા હતા.

- text

- text