મોરબી જિલ્લામાં કુલ 1300 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું : ઘાટીલાના કોઝવેમાં એક યુવાન તણાયો

- text


વાંકાનેરના વસુંધરા ગામે કોઝવે તૂટી ગયો : જિલ્લામાં પરિસ્થિતિ નિયત્રણ હેઠળ હોવાનો કલેક્ટરનો સુર

મોરબી : મોરબી જિલ્લામાં આજે ભારે વરસાદને પગલે તંત્ર સવારથી એલર્ટ મોર્ડમાં છે. કલેકટરના જણાવ્યા મુજબ માળીયાના ઘાટીલા પાસેના કોઝવેમાં એક યુવાન તણાયો છે.જેની સઘન શોધખોળ ચાલી રહી છે.જ્યારે વાંકાનેરના વસુંધરા ગામે કોઝવે તૂટી ગયો છે પણ ત્યાં હજુ કોઈ અઘટિત ઘટના બની નથી.જયારે ભારે વરસાદના પગલે મોરબી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 13 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા કલેકટર માકડીયાએ સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો મીડિયા સમક્ષ ચિતાર આપતા કહ્યું હતું કે ગઈકાલે ધીમીધારે વરસાદ અને ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર જિલ્લા પ્રશાસન એલર્ટ મોર્ડમાં આવ્યું હતું અને આજ સવારથી જિલ્લામાં ભારે વરસાદ પડતાં જિલ્લા કલેકટર કચેરીને કંટ્રોલ રૂમ બનાવીને સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિ પર ચાંપતી નજર રખાઇ રહી છે.જોકે દોઢ દિવસમાં સમગ્ર જિલ્લામાં 10 થી 15 ઈંચ જેવો વરસાદ પડી ગયો છે પણ ચિતા જેવું કોઈ કારણ નથી અને લોકોને ગભરાવવાની જરૂર નથી.જોકે માળીયા તાલુકાના ધીટીલા ગામે આવેલા કોઝવેમાં પસાર થતા જગાભાઈ ભરવાડ તણાય ગયા છે એવા વાવડ મળ્યા છે.તેની હકીકત જાણીને એક ટુકડી દ્વારા કોઝવેમાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

તે ઉપરાંત વાંકાનેરના વસુંધરા ગામ પાસેનો કોઝવે તૂટી ગયો છે પણ કોઈ અઘટિત ઘટના બની નથી.ભારે વરસાદને પગલે પાણીમાં ફસાયેલા મોરબી જિલ્લાના 1300 જેટલાં લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને મચ્છુ 1 અને 2 ડેમ તથા બ્રાહ્મણી, બંગાવડી, સહિતના ડેમો ઓવરફ્લો થવાથી હાલ તેમાંથી પાણી છોડવામાં આવ્યા છે.આથી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવાની સૂચના આપી છે.ઉપરાંત નદીના પટ્ટમાં કોઈ અવરજવર ન કરે તેની પણ સૂચના આપવામાં આવી છે તેમજ મોરબીમાં પણ જ્યાં જ્યાં લોકી પાસેથી પાણી ભરાવવાની ફરિયાદ આવી ત્યાં ટોમી મોકલીને પાણીના નિકાલની કાર્યવાહી ચાલુ છે.અને રાહત તથા બચાવની ટુકડુઓ અને અધિકારીઓ સ્થળ પર હોય તેમની કામગીરીનું કંટ્રોલ રૂમે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એકંદરે જિલ્લામાં હજુ સુધી પરિસ્થિતિ નિયત્રણ હેઠળ હોવાનું કલેકટરે જણાવ્યું હતું.

- text

 

- text