મોરબી જીલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

- text


ટંકારાના હડમતિયા ગામે શાળામાં ડીડીઓ ના હસ્તે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણીનો શુભારંભ : આગણવાડી, શાળા , મહાશાળામાં બાળકોને કૃમિ નાશક દવા ખવડાવાઈ : નાલંદા વિધાલયમાં 1 મિનિટમાં 1 હજાર બાળકોને ગોળી ખવડાવવાનો રેકોર્ડ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટીય કૃમિ નિયંત્રણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જિલ્લાની તમામ આંગણવાડી, શાળા અને હાઇસ્કુલમાં બાળકોને કૃમિનાશક ગોળીઓ ખવડાવવામાં આવી હતી.જ્યારે આજના આ કાર્યક્રમમાં બાકી રહી જનાર બાળકોને 16 ઓગસ્ટના રોજ કૃમિનાશક ગોળીઓ ખવડાવવામાં આવશે.

ટંકારા તાલુકાના હડમતિયા ગામે કુમારશાળાના કેમ્પસમાં 1થી 19 વર્ષ સુધીના ઉંમર ધરાવતા મોરબી જીલ્લાના આશરે સાડા ત્રણ લાખ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાના કાર્યક્રમનો શુભારંભ કરવામા આવ્યો હતો.તેમજ શાળામાં ન નોંધાયેલ બાળકોને 1753 જેટલા બુથ પર કૃમિનાશક ગોળી વિતરણ કરવામા આવશે તેમજ આ કાર્યક્રમમાં છુટી ગયેલા બાળકો માટે મોપ રાઉન્ડ 16 ઓગસ્ટના યોજાશે.આ કાર્યક્રમનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા મોરબી જીલ્લા પંચાયત દ્વારા આયોજન કરવામા આવ્યું હતું.

- text

સાથો સાથ ડીડીઓ ખટાણાએ શાળાની તેમજ હડમતિયા હેલ્થ અેન્ડ વેલનેશ સેન્ટરની મુલાકાત લઈ પાણી પ્રશ્ને તેમજ શાળાના પ્રશ્ને વાતચીત કરી તેમજ વિઝીટબુકમાં સહી કરી શાળાના તેમજ આરોગ્ય તંત્રની પ્રસંશા કરી હતી સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાનો પણ સંદેશ આપ્યો હતો.આ પ્રસંગે આરોગ્યના અધિક જીલ્લા અધિકારી ડો. ડી.વી. બાવરવા , મોરબી જીલ્લા આર.સી.અેચ. ડો વિપુલ કારોલિયા, મોરબી જીલ્લા ક્યુ.અેમ.અો. ડો. હાર્દિક રંગપરીયા, ટંકારા તાલુકા હેલ્થ અોફિસર આશિષ સરસાવાડીયા, પી.અેચ.સી. સેન્ટર લજાઈ, હેલ્થ અેન્ડ વેલનેશ સેન્ટર હડમતિયાના આરોગ્ય કર્મચારીઅો, ગામના સરપંચ, મોરબી જીલ્લા પંચાયત સદસ્ય દિનાબેન કામરીયા, ટંકારા તાલુકા પંચાયત સદસ્ય જીવણસિંહ ડોડીયા તથા શાળા પરિવારનો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના રાજપર ગામે આવેલ માધ્યમિક શાળા ખાતે તમામ વિધાર્થીઓને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી.આ તકે ડો.જાગૃતિબેન , પ્રવિણ સર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે નાલંદા વિદ્યાલયમાં અેક મિનીટમાં 1 હજાર વિધાર્થીઅોને કૃમિનાશક ગોળી પીવડાવી રેકર્ડ બનાવ્યો હતો.

- text