મોરબી : રણસરોવરની સાકાર થઈ રહેલી પરીકલ્પનાને સમર્થન આપતા ધારાસભ્ય મેરજા

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભા સત્રમાં જળ વિષયક બાબતો ઉપરના પોતાના પ્રવચનમાં રણ સરોવરની આવશ્યકતા અને અનિવાર્યતા વર્ણવી

મોરબી : સૌરાષ્ટ્રના મોરબી – માળીયા (મી) દરિયા કાંઠાના કચ્છના નાના રણના ખારા પાણીને સરોવરનું નિર્માણ કરીને મીઠું બનાવવા અંગેનો રણ સરોવરનો એક મહાકાય પ્રોજેક્ટ ‘જળ સિંચન’ માટે સતત જાગૃત એવા મોરબીના ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલે ખૂબ ઊંડા અભ્યાસના અંતે ઉજાગર કર્યો છે. આ પ્રોજેકટને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સમર્થન આપ્યું છે.

આ પ્રોજેકટને કારણે થનારા લાભાલાભથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને પણ અવગત કરાયા છે. જાહેર જીવનના દરેક રાજકીય પક્ષના આગેવાનોને પણ જયસુખભાઇ પટેલ દ્વારા ચિવટપૂર્વક સમયાંતરે આ રણ સરોવર પ્રોજેક્ટની વિગતો મોકલીને આ પ્રોજેક્ટને કર્યાન્વિત કરવા અનુરોધ કર્યો છે. મોરબી -માળીયા (મી)ના જાગૃત ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રથમથી જ આ રણ સરોવર પ્રોજેકટમાં ઊંડો રસ લીધો અને લગતા વળગતા સમક્ષ રજૂઆત કર્યો હતો. એટલું જ નહીં પણ તાજેતરના વિધાનસભાના સત્રમાં જળ વિષયક બાબતો ઉપરના પોતાના પ્રવચનમાં આ રણ સરોવરની આવશ્યકતા અને અનિવાર્યતા ગૃહમાં મુકીને સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. જયસુખભાઈ પટેલનું એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કર્યાન્વિત થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતની જળ વિષયક સમસ્યા નિવારવા આ પ્રોજેક્ટ વરદાનરૂપ સાબિત થનાર છે.

- text

ત્યારે તાજેતરમાં સાંપડેલા અહેવાલો મુજબ રાજયના મુખ્ય મંત્રી તેમજ દેશના પ્રધાનમંત્રી સહિત સંબંધિત પદાધિકારીયો અને અધિકારીઓએ આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આવકાર આપ્યો છે. સાથોસાથ આ પ્રોજેકટમાં જયાં અને જ્યારે જરૂર પડે ત્યારે પોતે અને પોતાનો પક્ષ ખુલ્લુ સમર્થન કરશે એવી હૈયા ધારણા પણ આપી છે. આમ, મીઠા પાણીના રણ સરોવરની આ પરિકલ્પના સાકાર કરવાની દિશામાં સાંપડી રહેલ વિધાયત્મક સહયોગ મોરબી – માળીયા (મી) વિસ્તાર માટે જળ ક્ષેત્રે જીવાદોરી રૂપ સાબિત થશે. વહેલી તકે આ પ્રોજેક્ટ અમલમા આવે એવી લોક આકાંક્ષા પણ વધુ બળવતર બનતી જણાઈ રહી છે.તેમ યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text