મોરબી એલસીબીના 10 પોલીસકર્મીની બદલી કરતા એસપી

- text


7 વર્ષથી ઓછી સર્વિસ ધરાવતા પોલીસકર્મીઓને એલસીબીમા ફરજ ન સોંપવાના ડીજીના હુકમને પગલે બદલી કરાઈ

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબીમા ફરજ બજાવતા 10 પોલીસકર્મીઓની એકસાથે બદલી કરવામાં આવી છે. 7 વર્ષથી ઓછી સર્વિસ ધરાવતા પોલીસકર્મીઓને એલસીબીમા ફરજ ન સોંપવાના ડીજીના હુકમને પગલે એસપી દ્વારા આ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા એલસીબીમાં ફરજ બજાવતા પોલાભાઈ ખાંભરા, રજનીકાંતભાઈ કૈલા, કૌશિકભાઈ મારવાણીયા, જયવંતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયકુમાર પટેલ, યોગીરાજસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને આકૃતિ પીઠવાની પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે જે પોલીસકર્મીઓની સર્વિસ 7 વર્ષથી ઓછી હોય તેઓને એલસીબીમા ફરજ ન સોંપવી તેવો ડીજીનો હુકમ હોવાથી આ બદલી કરવામાં આવી છે. ટૂંક સમયમાં એલસીબીની ખાલી જગ્યાઓમાં નિમણૂક આપી દેવામાં આવશે.

- text

ઉલ્લેખનીય છે કે એલસીબીના પોલીસ કર્મીઓની સાથે સીટી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ઝાલાની પણ બદલી કરવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text