વાંકાનેર ફડાકા કાંડ : ભાજપ અગ્રણી સામે કડક કાર્યવાહીની માંગ સાથે મોરબી ગોસ્વામી સમાજે આવેદન આપ્યું

- text


જિલ્લા કલેકટર અને એસપીને આવેદન આપી હુમલો કરનાર ભાજપ અગ્રણી સામે પાસા સહિતની કડક કાર્યવાહી કરવાની માંગ કરી

વાંકાનેર : વાંકાનેરની સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડો.જયદીપ ગોસાઈ પર સામાન્ય બાબતે ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ હુમલો કર્યાની ઘટનાના ગોસ્વામી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે મોરબી દશનામ ગોસ્વામી સમાજે રૂબરૂ મોરબી જિલ્લા કલેકટર અને એસપીની રજુઆત કરીને વાંકાનેરના તબીબ પર હુમલો કરનાર ભાજપ અગ્રણી સામે પાસા સહિતની સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે .

મોરબી દશનામ ગોસ્વામી સમાજે આજે મોરબી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટરને આવેદન આપી વાંકાનેરના તબીબ પર હુંમલો કરવાની ઘટના સંદર્ભે ઉગ્ર રજુઆત કરી હતી.આવેદનમાં જણાવ્યું હતું કે, વાંકાનેરની સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડો.જયદીપ ગોસાઈ પર થોડા દિવસો અગાઉ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી જીતુભાઇ સોમાણીએ સામાન્ય બાબતમાં ગુસ્સે ભરાઈને હીંચકારો હુમલો કર્યો હતો. આ ડોકટર પરના હુમલાથી દશનામ ગોસ્વામી સમાજ લાલઘૂમ થઈ ગયો છે અને આ બનાવની કડક શબ્દોમાં આલોચના કરીને ઉગ્ર વિરોધ કર્યો છે. દશનામ ગોસ્વામી સમાજે ગૃહમંત્રીને રજુઆત કર્યા બાદ આજે મોરબી દશનામ ગોસ્વામી મંડળ, મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ સાથે દશનામ ગોસ્વામી ગુજરાત મહામંડળના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મોરબી જિલ્લા કલેકટર અને મોરબી જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવયુ હતું કે, ડો.જયદીપ ગોસાઈ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. દર્દીઓનેની સેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. બનાવના દિવસે નિયમ મુજબ કામગીરી કરતા હોવા છતાં આ ડોકટર પર ભાજપ અગ્રણીએ હુમલો કરીને ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. જોકે અગાઉ અનેક વખત દશનામ ગોસ્વામી સમાજના લોકો પર આવા બનાવો બન્યા હોવાનું જણાવીને ફરી વખત આવા બનાવો ન બને તે માટે વાંકાનેરના તબીબ પર હુમલો કરનાર ભાજપ અગ્રણી સામે પાસા સહિતની કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

- text

- text