મોરબીમાં જયાપાર્વતીના જાગરણની ઉલ્લાસપૂર્વક ઉજવણી

- text


કેસરબાગ અને પુલ પર માનવ મહેરામણ ઉમટ્યું : એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં જાગરણ સંપન્ન

મોરબી : ગત રાત્રીએ મોરબીની જયાપાર્વતીનું વ્રત કરનારી યુવતીઓએ આનંદ અને ઉલ્લાસપૂર્વક જાગરણ પૂરું કર્યું હતું. પાંચ દિવસની પૂજા કરીને ગત રાત્રીએ જાગરણ કરીને ગૌરીવ્રત પૂર્ણ થયું હતું. મોરબીના વિવિધ વિસ્તારો, ખાસ કરીને કેસરબાગ અને પુલ પર માનવ મહેરામણ જોવા મળ્યું હતું. અષાઢ વદ બીજ એટલે જયાપાર્વતીનું જાગરણ. આ દિવસના અગાઉના પાંચ દિવસ ગૌરીમાતાની પૂજા કરીને છેલ્લા દિવસે યુવતીઓ આખી રાત જાગરણ કરે છે. મોરબીની યુવતીઓએ પણ આનંદ અને ઉલ્લાસપૂર્વક જાગરણ પસાર કર્યું હતું. જાગરણ દરમિયાન કેસરબાગ, પુલ અને મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર જાણે મેળો જામ્યો હોય, એવું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરના બાયપાસ રોડ પર પણ માણસો જોવા મળ્યા હતા. અમુક યુવતીઓએ ઘરમાં તથા શેરીમાં જુદી-જુદી રમતો અને ગરબા રમીને તથા ઘરમાં ચોપાટ જેવી રમતો રમીને જાગરણ કર્યું હતું.

- text

જાગરણ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, એ માટે એ તથા બી ડિવિઝનની પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમુક છાકટા બનેલા યુવાનોની સરભરા પણ કરી હતી. આમ જાગરણ એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text