મોરબીના રહેણાંક વિસ્તારમાંથી 84 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


અલગ અલગ બ્રાન્ડનો 25200 રૂપિયાની કિંમતનો દારૂ રહેણાંક વિસ્તારમાંથી મળી આવતા ચકચાર

મોરબી : મોરબી જિલ્લામાંથી એકાદો દિવસ પણ લગભગ દારૂ ન ઝડપાયો હોય એવું બન્યું નથી. વિદેશી દારૂ મોરબીમાં ક્યાંય બનતો નથી. મતલબ બધો જ દારૂ મોરબી બહારથી લાવવામાં આવે છે. ત્યારે એ સવાલ ઉપસ્થિત થયા વગર રહેતો નથી કે મોટા પાયે જિલ્લામાં બહારથી દારૂ છેક જિલ્લાની હદમાં ઘુસાડી દેવામાં આવે છે ત્યાં સુધી શું પોલીસની નજરે નહીં ચડતો હોય. ગઈ કાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબી શહેરમાંથી દારૂનો જથ્થો ઝડપીપાડતા આવા અનેક સવાલો ઉભા થયા છે.

- text

મોરબીના બી.ડીવી પોલીસ સ્ટે. વિસ્તાર હેઠળ આવતા શોભેશ્વર મંદિરની સામેના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાંથી અલગ અલગ કંપનીની વિદેશી દારૂની બોટલ ઝડપાઇ છે. હર્ષદ પોપટભાઈ ચૌહાણ (ઉં.વ.31) રહે. હાલ શોભેશ્વર મંદિર સામે ઢાળ ઉતારતા,શોભેશ્વર સોસાયટી ગેટ પાસે, મોરબી મૂળ રહે. મીતલી, તા.ખંભાત વાળના કબ્જામાંથી મેકડોનલ નં. 1ની 47 બોટલ અને રોયલ ચેલેન્જ બ્રાન્ડની 37 બોટલ આમ કુલ મળી 84 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત રૂપિયા 25200 મળી અવતા તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉક્ત દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો એના મૂળ સપ્લાયર સુધી પહોંચવાની કવાયત પોલીસે હાથ ધરી છે. આ કામગીરીમાં પો.હેડ.કોન્સ, કિશોરદાન ગઢવી, કે.વી.ચાવડા, પી.એમ.પરમાર, પો.કોન્સ રમેશભાઈ મિયાત્રા, અર્જુનસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા અને ભાનુભાઇ બાલાસરા રોકાયા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text