મોરબીમાં રૂ.30 હજારના દારૂ બિયર ભરેલી કાર સાથે ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ગતરાત્રે બાતમીના આધારે શનાળા-રાજપર ચોકડી પાસેથી રૂ.30 હજારના દારૂ બિયર ભરેલી કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે કુલ રૂ.3.33 લાખનો મુદામાલ કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી છે.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને ડી.વાય.એસ.પી. બન્નો જોશીએ મોરબી શહેરમાં દારૂ બંધીનો કડક અમલ કરવાની સૂચના આપતા ગતરાત્રે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ.આર.જે .ચૌધરી તથા પી.એસ.આઇ ઝાલા અને સ્ટાફના મણિલાલ ગામેતી, મહેન્દ્રસિંહ, વિજયભાઈ, હરદેવસિંહ રાઠોડ, કલ્પેશભાઈ ગાંભવા, જયદીપસિંહ જાડેજા સહિતના મોરબીના શનાળા-,રાજપર ચોકડી પાસે નાઈટ કોમ્બિગ કરી રહ્યા હતા.તે દરમ્યાન જી.જે.10 ડી.એ.2695 નંબરની કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે આ કારને અટકવીને તલાશી લેતા તે કારમાંથી 71 બોટલ ઈંગ્લીશ દારૂ અને 24 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.આથી પોલીસે કારમાં બેઠેલા વિમલભાઈ લક્ષમણભાઈ પટેલ અને ભરતભાઈ ધરમશીભાઈ પરમાર અને ભુપતભાઇ મોતીભાઈ ચનીયારા રહે જામદૂધઈ જોડિયાવાળાઓને રૂ.30800ના દારૂ બિયરના જથ્થો તથા કાર મળીને કુલ રૂ.3.33 લાખનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.પોલીસે ત્રણેય શખ્સો સામે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવાનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text