મોરબીમા બે રહેણાંક મકાનમાંથી રૂ. 32 હજારનો વિદેશી દારૂ પકડાયો : એકની ધરપકડ

- text


એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : દારૂ સાથે પકડાયેલા શખ્સની પૂછતાછ કરતા તેને અન્ય સ્થળની કેફિયત આપી

મોરબી : મોરબીના મહેન્દ્રપરામાં એ ડીવીઝન પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. બાદમાં શખ્સની કેફીયતના આધારે બીજા એક મકાનમાં પણ દરોડો પાડતા કુલ રૂ. 32 હજારનો વિદેશી દારૂ પકડાયો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસના પીઆઇ આર.જે. ચૌધરી, પીએસઆઈ વી.આર. શુક્લે સ્ટાફને સાથે મહેન્દ્રપરા શેરી નંબર 4મા આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂ બોટલ 48 કિંમત રૂ. 14,400 સાથે અશરફ અબ્દુલભાઇ સેડાતને પકડી પાડ્યો હતો. બાદમાં તેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો જયાથી આવ્યો તે સ્થળે તેને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. જયાથી વિદેશી દારૂ બોટલ 60 કીમત રૂ. 18 હજારનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

- text

બીજા દરોડામાં આરોપી સાજીદ કાદરભાઈ લઘાણી હાજર મળી આવેલ ન હોય તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આમ એ ડિવિઝ પોલીસે બન્ને રહેણાંક મકાનોમાંથી રૂ. 32,400ની કિંમતનો 108 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text