માળીયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

- text


માળીયા : આજરોજ માળીયા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી એ.જી. પટેલની અધ્યક્ષતામાં સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગન વડાવિયાની પેનલનો વિજય થયો હતો. આજરોજ માળીયા તાલુકા ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે મનહરભાઈ ગાંડુભાઇ બાવરવા સતત બીજી વખત પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા તથા ઉપપ્રમુખ એભલભાઈ ભવાનભાઈ ડાંગરની પણ બિનહરીફ વરણી થઇ હતી. આ ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ગોવિંદભાઇ ઓધવજીભાઈ શનાળીયા, યોગેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, રાણાભાઇ ડાયાભાઇ હુંબલ, હરિલાલ મોહનભાઇ મોરડીયા, મયુભા જીલુભા પરમાર, અને ચંદુભાઈ મોતીભાઈ કૈલા તેમજ વ્યક્તિ સભ્ય તરીકે સુંદરજીભાઈ માવજીભાઈ મેરજાની નિમણુંક કરવામાં આવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text