હળવદ પોલીસ મથકના અપહરણના ગુનામાં નાસતો આરોપી પકડાયો

- text


હળવદ: હળવદ પોલીસ મથકના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજીની ટીમે સુરેન્દ્રનગર પંથકમાંથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતા ફરતા આરોપી રમેશ ઉર્ફે લગેશ રામસિંગ ડુંમલિયા ઉ.વ. 21ને મોરબી એસઓજીએ સુરેન્દ્રનગરના રામપર ગામની સીમમાંથી પકડી પાડ્યો છે. આ સાથે ભોગ બનનાર પણ ત્યાંથી મળતા એસઓજીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text