મોરબીના પાટીદાર શિક્ષક સમાજની ચતુર્થ ચિંતન બેઠક યોજાઈ

- text


 

મોરબી : મોરબી પાટીદાર શિક્ષક સમાજની ચતુર્થ ચિંતન બેઠક તાજેતરમાં રવાપર તાલુકા શાળા ખાતે યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં પાટીદાર શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં પાટીદાર શિક્ષકોના પ્રશ્નો અંગે ચિંતન મનન કરવામાં આવ્યું હતું.

બીજા મહિનાના પ્રથમ શનિવારે આ ચિંતન બેઠકનું આયોજન થાય છે.”હું” નહીં પણ “આપણે”ની ભાવનાને ચરિતાર્થ કરવા માટે તમામ પાટીદાર શિક્ષકો સામાજિકતા અને સંગઠન ભાવનાને વધુ મજબૂતાઈ બક્ષવા માટે બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યાં હતા. અને ચિંતનશીલ અને પ્રયત્નશીલ રહ્યાં છે. આ બેઠકમાં ભોજનના દાતાશ્રીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.હતું.ખાસ ઉપસ્થિત એવા પાટીદાર ધામના પ્રમુખશ્રી કિરીટભાઈ દેકાવાડિયા દ્વારા આગામી સમયમાં આયોજિત થનાર માઁ ઉમિયાજીની રથયાત્રા,ભાદરવા સુદ પૂનમની ઉજવણી તેમજ “માઁ નું તેડું “કાર્યક્રમ તેમજ પાટીદાર ધામ દ્વારા આયોજિત થતા જી.પી.એસ.સી.અને યુ.પી.એસ.સી.ના વર્ગો અને તે તરફ સમાજના બાળકો આગળ વધે તે બાબતે જરૂરી પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું.હતું.

- text

મોરબી પ્રાથમિક શિક્ષણ જગતના હોનહાર યુવા કવિ સંજય બાપોદરિયા “સંગી”એ પોતાના અદભૂત અને અલૌકિક સ્વરચિત કાવ્યો અને મુક્તકોના પઠન દ્વારા સૌને રસ તરબોળ કરી દીધા હતાં. સાથે સાથે કોમનમેન ફાઉન્ડેશન અને મોરબીના જાણીતા બાળરોગ તબીબ અને લેખક એવા ડૉ.સતીશ પટેલ દ્વારા આયોજિત આગામી ડિસેમ્બર માસમાં આયોજિત થનાર ‘આદર્શ માતા’ કસોટીમાં નોમ્સ મુજબની પાટીદાર સમાજની વધુને વધુ માતાઓ ભાગ લે તે માટે પણ આ બેઠકમાં જરૂરી ચર્ચા અને પ્રચાર પ્રસાર થયો.સંજયભાઈ દ્વારા આદર્શ માતા કસોટીના નિયમો વિશે પણ સમજ આપવામાં આવી.આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી મણીલાલ વી.સરડવા,પૂર્વ સિનિયર કાર્યાધ્યક્ષશ્રી રમેશભાઈ એસ.જાકાસણીયા, મોરબી તાલુકા પ્રા.શિ. સંઘના પ્રમુખશ્રી સંદીપભાઈ બી.આદ્રોજા,મોરબી શહેર પ્રા.શિ. સંઘના મહામંત્રીશ્રી નિતેશભાઈ એન.રંગપડીયા,
શૈલેશભાઈ ધાનજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને ઉપસ્થિત તમામ તરફથી પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું.હતું.ભાઈ શ્રી જીજ્ઞેશ રાબડીયા દ્વારા પાટીદાર કલબની આગળની કાર્યવાહી અને તેના ભંડોળ વિશે જરૂરી જાણકારી આપવામાં આવી હતી . શાળાના આચાર્યશ્રી હિરેનભાઈ ધોરીયાણી અને તેમના પાટીદાર શિક્ષક સ્ટાફ દ્વારા બેઠક સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી.હતી. સમગ્ર બેઠકનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયા દ્વારા કરવામાં આવ્યું.હતું.પાટીદાર શિક્ષક સમાજની પંચમ ચિંતન બેઠક આગામી સપ્ટેમ્બર માસના પ્રથમ શનિવારે મળશે તેવું નક્કી કરાયું છે.

- text