મોરબી જિલ્લાના 60 પોલીસ જવાનોને અમદાવાદ અને ભાવનગરની રથયાત્રાનાં બંદોબસ્તમાં મુકાયા

- text


ડીવાયએસપી સહીત 60થી વધું જવાનોને બંદોબસ્તમાં મોકલવામાં આવ્યાં

મોરબી : ગુજરાતના અમદાવાદ અને ભાવનગરમાં યોજાનાર અષાઢી બીજની રથયાત્રામાં મોરબી જિલ્લાના ડીવાયએસપી સહીતનાં 60થી વધુ જવાનોને અમદાવાદ તથા ભાવનગર મોકલવામાં આવ્યાં છે.

ગુજરાતમાં દર વર્ષે અષાઢી બીજ નિમિતે અમદાવાદ અને ભાવનગરમાં ભવ્ય રથયાત્રા યોજાય છે, તેવી જ રીતે આ વર્ષે મોરબી ભરવાડ સમાજ દ્વારા મચ્છુમાની રથયાત્રા યોજાશે. અમદાવાદ અને ભાવનગરની રથયાત્રામાં લાખો લોકો જોડાય છે. આથી અમદાવાદ અને ભાવનગરમાં કશું અઘટિત ન બને એ માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ માટે રાજયભરમાંથી પોલીસકર્મીઓને સુરક્ષા વ્યવસ્થા માટે મોકલવામાં આવે છે. આગામી 4 તારીખે એટલે કે અષાઢી બીજ નિમિતે અમદાવાદ અને ભાવનગર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા સમગ્ર રાજયમાંથી પોલીસ અધિકારીઓ અને જવાનોને અમદાવાદ અને ભાવનગર શહેરમાં મુકવામાં આવે છે.

- text

હાલમાં મોરબી જીલ્લામાંથી ડીવાયએસપી એમ.પી. ચૌધરી, પી.આઈ. આઈ.એમ. કોંઢિયા, એમ.આર.સોલંકી, એમ.વી. ઝાલા, જે.એમ. આલ તથા પી.એસ.આઈ. એ.વી. ગોંડલિયા, કે.એચ. રાવલ, જે.કે. મૂળિયા, જી. એમ. ડાંગર, વી.એ. જાડેજા તેમજ અન્ય પોલીસ જવાનો મળીને કુલ 60થી વધુ પોલીસ સ્ટાફને અમદાવાદ અને ભાવનગર મોકલવામાં આવ્યાં છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text