મોરબી સહીત પાંચ જિલ્લાઓમાંથી હદપાર કરેલા શખ્સને પકડી પાડતી મોરબી એસઓજી

- text


મોરબી : મોરબી જિલ્લા સહીત રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ-ભુજ અને જામનગરમાંથી હદપાર કરાયેલા શખ્સને મોરબીના વેજીટેબલ રોડ પરથી મળી આવતા હદપારીના હુકમનો ભંગ કરતા એસ.ઓ.જી. ટીમે પકડીને મોરબી સીટી બી ડિવિઝનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

મોરબીના પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સૂચનાથી મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એસ.એન. સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મકવાણા અને ધર્મેન્દ્રભાઈ વાઘડિયાને મળેલી બાતમીના આધારે મોરબી સબડિવિઝન મેજિસ્ટ્રેટ, મોરબીના હુકમથી મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લામાં એક વર્ષ માટે હદપાર કરેલા ઈસમ જસાબ હબીબ જામ(ઉ.વ. 30, રહે. અરુણોદય મિલ સામે, વેજિટેબલ રોડ, મોરબી)ને મોરબીના વેજીટેબલ રોડ પરથી પકડી પાડ્યો હતો. હદપારીના હુકમનો ભંગ કરવા બદલ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરીનેમોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ગોવિંદભાઇ મકવાણા, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ઘેલાભાઈ જીલરીયા અને ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ પટેલ રોકાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text