મોરબી : તા. 4ના રોજ વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 4ને ગુરુવારે આયુર્વેદિક જીવનશૈલી અને સોરઠીયા લુહાર મોરબી દ્વારા વિનામૂલ્યે જન્મથી 12 વર્ષ સુધીના બાળકો માટે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આ કેમ્પ સવારે 10 થી 1 અને બપોરે 4 થી 6 દરમિયાન સોરઠીયા લુહારની વાડી, સ્વામિનારાયણ મંદિરવાળી શેરી,લાતી પ્લોટ, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.

તારીખ 4 જુલાઈ એટલે કે અષાઢી બીજ અને પુષ્યનક્ષત્રના દિવસે જન્મથી 12 વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયુર્વેદના ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે, કે બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ પિવડાવવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, પાચનતંત્ર મા સુધારો કરે છે, યાદશક્તિ માં વધારો કરે છે, બાળકોનો ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે, બદલાતા વાતાવરણમાં તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે. શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ બાળકોને પીવડાવવાથી બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.અને જો 6 માસ સુધી દરરોજ આ ટીપાં પિવડાવવામાં આવે બાળક શ્રુતધર એટ્લે કે એક વખત સાંભળેલું કે વાંચેલું તેને યાદ રહી જાય છે. તેની યાદશક્તિ વધે છે. આ સુવર્ણપ્રાશનનાં ટીપા આયુર્વેદના પ્રાચિન ગ્રંથમાં બતાવેલી વિધી પ્રમાણે વૈદિક મંત્રોચ્ચારથી 100% શાસ્ત્રીય વિધિથી GMP સર્ટીફાઇડ બનાવેલ છે. તેથી તેની કોઈ આડઅસર થતી નથી. માટે મોરબીના વધુ ને વધુ બાળકો આ કેમ્પનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. આ કેમ્પના મુખ્ય આયોજક રાજ પરમાર તથા બાકીના આયોજકો તરફથી મોરબી અપડેટની ટીમને ધન્યવાદ પણ પાઠવવામાં આવ્યા છે, કે જેના માધ્યમથી ઘણા બાળકો આ કેમ્પનો લાભ લઇ શકે છે. વધું વિગત માટે રાજ પરમાર (મો.ન. 9722666442)નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text