મોરબી : પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે વર્ગો શરૂ કરાશે

- text


સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બ્રાહ્મણ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

મોરબી : મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બ્રાહ્મણ વિદ્યાર્થીઓ માટે ટોકન દરે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે.

મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે. આ વર્ગોમાં બિનસચિવાલય, તલાટી, ક્લાર્ક, ટેટ/ટાટ જેવી પરીક્ષા માટે વર્ગો શરૂ થશે. આ વર્ગોમાં રાજકોટની નામાંકિત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત સચોટ અને સંપૂર્ણ મટીરીયલ પણ પૂરું પાડવામાં આવશે. બ્રાહ્મણ સમાજના દરેક વિદ્યાર્થીઓને આ વર્ગનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ વર્ગોનો લાભ લેવા માટે કેયૂરભાઈ પંડ્યા(મો.ન. ૯૪૨૯૪૮૪૪૪૦) અને સંદીપભાઈ દવે (મો.ન. ૯૭૭૩૪૬૬૩૭૬)નો સંપર્ક સાધવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text