મોરબીમાં ભૂલી પડેલી ઔરંગાબાદની મહિલાનું પરિવાર સાથે પુનમિલન કરાયું

- text


સખી વનસ્ટોપ સેન્ટરનું સ્તુત્ય પ્રયાસોથી મહિલાની જિંદગી રોળાતા બચી

મોરબી : મહારાષ્ટ્રના ઔરંગાબાદથી પરિવારથી વિખૂટી પડેલી એક મહિલા મોરબીમાં મળી આવી હતી.જેમાં મોરબીના સખી વનસ્ટોપ સેન્ટરે આ મહિલાની યોગ્ય રીતે દેખભાળ કરીને તેના પરિવાર સાથે પુનમિલન કરાવ્યું હતું.આ સખી વનસ્ટોપ મંડળના સ્તુત્ય પ્રયાસો થકી મહિલાની જિંદગી રોળતાં બચી હતી.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ,તાલુકા ગંગાપુરના નાના એવા ગામ સાવખેડા ગામથી ભૂલી પડી ગયેલી મહિલા આશાબેન રામભાઈ ઉંમર વર્ષ 30 તા.20.6.19 ના રોજ માળિયા હાઇવે પાસેથી એક જાગૃત નાગરિકને મળી આવી હતી.એ વ્યક્તિ આ મહિલાને સખી વનસ્ટોપ સેન્ટરમાં મૂકી ગયા હતા, ભારત સરકારના મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને એક જગ્યાએથી તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે વી.સી.પરા હન્ટર ટ્રેનિંગ કોલેજ ખાતે માર્ગદર્શન આપવામાં આવે છે, આ ગુમસુધા મહિલાના પરિવારજનોના સંપર્ક માટે મહિલા બાલ વિકાસના અધિકારી શૈલેષ અંબારીયાના માર્ગદર્શન હેઠળ પ્રવિણાંબેન પંડ્યા, અફસાનાબેન જુસબભાઈ ખુરેશી,અવનીબેન રાઠોડ, કોમલબેન ગૌસ્વામી વગેરેએ સતત દશ દિવસ સુધી શોધ ખોળ કરતા તા.30.6.19 ના રોજ એમના પરિવારજનો સાથે પુનમિલન કરાવીને સ્તુત્ય પગલું ભર્યું હતું.

- text

- text