મોરબીની સંસ્થાઓને એનઓસી માટે રાજકોટના ધક્કા : ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન

- text


ફાયર સેફટીના બાટલાની પણ અછત ઉભી થઈ : તાત્કાલિક પગલાં લેવા ઉચ્ચ કક્ષાએ રજુઆત

મોરબી : મોરબીની સંસ્થાઓને ફાયર સેફટીનું એનઓસી લેવા માટે રાજકોટના ધક્કા ખાવા પડે છે. ઉપરાંત ફાયર સેફટીના બાટલાઓની અછત સર્જાતા ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. ત્યારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરીને બાળકોનો અભ્યાસ ન બગડે તેવા પગલાં ભરવા ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે સુરતના બનાવની અસર સમગ્ર ગુજરાતમાં થઈ છે. પાણીની તરસ લાગે એટલે તાત્કાલિક કૂવો ખોદવાનું શરૂ કરે છે. પ્રથમ તો સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીના બાટલા મળતા નથી. આ બાટલની માંગ એટલી બધી છે કે બધા ગ્રહકોને બાટલા મળી શકે તેમ નથી. મોરબી પાલિકા પાસે ફાયર સેફટીના એનઓસી આપવાના અધિકાર નથી. તમામ સંસ્થાઓને રાજકોટ સુધી જવું પડે છે. આટલા ટૂંકા ગાળામાં પ્રમાણપત્ર મેળવવાનું રહે એટલે ભ્રષ્ટાચારની પણ પૂરેપૂરી શકયતા જણાઈ છે. ઓગસ્ટ સુધી બાળકોનું શૈક્ષણિક કાર્ય બગડે તેવું હાલ લાગી રહ્યું છે. ત્યારે આ મામલે ત્વરિત પગલાં લેવામાં આવે તેવી માંગ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text