થેલેસિમિયાના દર્દીઓના લાભાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન

- text


મોરબી : સ્વ કાર્તિકભાઈ વિક્રમભાઈ દફ્તરીના સ્મરણાર્થે થેલેસીમિયાના દર્દીઓના લાભાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 09/06/2019ને રવિવારે સવારે 09:00 થી સાંજે 04:00 વાગ્યા સુધી શનાળા રોડ સ્થિત સ્કાય મોલમાં આયોજિત થનારા આ મહા રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલ અમૂલ્ય રક્ત થેલેસીમિયાથી ગ્રસિત બાળકોને આપવામાં આવશે. લાયન્સ કલબ ઓફ મોરબી, નજરબાગ તેમજ જૈન સોશિયલ ગ્રુપ મોરબીના સૌજન્યથી આયોજિત આ મહા રક્તદાન કેમ્પમાં અતિથિ વિશેષ પી.એમ.જે.એફ લાયન ચંદ્રકાંતભાઈ દફ્તરી તથા જૈન સોશિયલ ગ્રુપ રિજીયનના ચેરમેન મનીષભાઈ દોશી (ચેરમેન મેડિકલ કેમ્પ), જે.એસ.જી.આઈ.એફ ભવિકભાઈ શાહ તથા અન્ય પદાધિકારીઓની પ્રેરણાદાયક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય થશે. આયોજકો દ્વારા વધુને વધુ માત્રામાં જાહેર જનતા આ રકતદાન કેમ્પમાં ભાગ લે એ માટે અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ દફ્તરી (મો.નં. 9374817231), વિક્રમભાઈ દફ્તરી (મો.નં. 9825553903), ડેનિશ દફ્તરી (મો.નં. 9173132903), તુષારભાઈ દફ્તરી (મો.નં. 9825291313) તથા જીતેન્દ્ર સંઘવી (મો.નં. 9426269955) પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text