મોરબીના પીપળી રોડ ઉપર સિરામિક ઉદ્યોગોએ 2500 વૃક્ષો વાવ્યા

- text


પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ : વૃક્ષોની બે વર્ષ સુધી માવજત કરવાનો સંકલ્પ પણ કર્યો

મોરબી : આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબીના પીપળી રોડ ઉપર સીરામિક ઉદ્યોગો દ્વારા 2500 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સાથે આ વૃક્ષોની બે વર્ષ સુધી માવજત કરવાના સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા.

- text

મોરબીમા આજે અનેક સંસ્થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પીપળી અને બેલા વચ્ચે સ્પાઇસ સીરામીકની બાજુમાં, બાપા સીતારામ પેટ્રોલ પંપ નજીક સિરામિક ઉદ્યોગોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં 2500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ તકે સીરામીક ઉદ્યોગોએ તમામ વૃક્ષોની બે વર્ષ સુધી માવજત કરવાનો પણ સંકલ્પ કર્યો હતો. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text