મોરબીમાં કાલે મંગળવારે 12 જિલ્લાના 108ના કર્મચારીઓનો સન્માન સમારોહ

- text


જિલ્લા કલેકટર તથા એસ.પી.ના હસ્તે ૮૬ કર્મચારીઓનું સન્માન કરાશે

મોરબી : આગામી તારીખ 28મી મે, એટલે કે આવતીકાલે મોરબી જિલ્લાનના ટાઉન હોલ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાના 108ના કર્મચારીઓને મોરબી જિલ્લાના કલેકટર તથા એસ.પી.ના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવશે.

- text

મોરબી જિલ્લામાં આવતીકાલે તારીખ 28ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના 12 જેટલા જિલ્લાઓના 86 જેટલા 108કર્મીઓને સન્માનિત કરવા માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભમાં અલગ અલગ કાર્યોમાં સારી કામગીરી કરનાર જેવા કે, એપ્રિલ-મે મહિનાના ગુજરાત રાજ્યના સેવિયર એવોર્ડ, જિલ્લા લેવલે શ્રેષ્ઠ કામગીરી કરેલી હોય તેવા કર્મચારી તેમજ એપ્રિલ-મે મહિનામાં પ્રામાણિકતા બતાવીને લાખોની કિંમતની વસ્તુઓ દર્દીઓ અથવા તેમના સગા-સંબંધીઓને પરત કરનાર ઉપરાંત 181 જેવી સેવામાં પણ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 86 જેટલા કર્મચારીઓનું સન્માન મોરબીના ટાઉન હોલ ખાતે જિલ્લાના કલેકટર તથા એસ.પી.ના હસ્તે કરવામાં આવશે.

- text