મોરબીમાં કાયમી ચીફ ઓફિસરના અભાવે સમસ્યાઓના ગંજ ખડકાયા

- text


આપ શહેર પ્રમુખે કલેકટરને આવેદન આપી તમામ સમસ્યાઓ ઉકેલવા નિષ્ઠાવાન ચીફ ઓફિસરની કાયમી નિમણુક કરવાની માંગ કરી

મોરબી : સોરાષ્ટ્ની સૌથી મોટી ગણાતી એવન ગ્રેડની મોરબી પાલિકા છેલ્લા ઘણા સમયથી ઘણી ધોરી વગરની છે.છેલ્લા ઘણા સમયથી મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક જ કરાઈ નથી.જેથી શહેરમાં સમસ્યાઓના ગંજ ખડકાયા છે.આથી આપ શહેર પ્રમુખે કલેકટરને આવેદન આપી કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવા તથા સુરત જેવી ઘટના ન બને તે માટે જોખમી બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

આપ શહેર પ્રમુખ પરેશ પારિયાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા એવન ગ્રેડની હોવાની દુહાઈ દેવામાં આવે છે.પણ નગરપાલિકાની રાજકીય સ્થિતિ ઘણીવાર ડામાડોળ રહે છે. ખાસ કરીને આ એવન પાલિકામાં છેલ્લા ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસરની નિમણુક જ થઈ નથી.એથી માત્ર ઇન્ચાર્જથી કામ ચલાવવામાં આવે છે પણ તે બે જગ્યાએ કેવી રીતે કામ કરી શકે. કામનું ઘણું ભારણ રહેતું હોવાને કારણે અનેક પ્રશ્નો વણઉકેલા રહે છે.જેથી સમસ્યાઓ વધી રહી છે.મોરબીમાં ઠેરઠેર કચરાના ગંજ, ઉભરાતી ગટરો, બંધ સ્ટ્રીટ લાઈટ, ખરાબ રોડ રસ્તાથી લોકોની હાડમારી વધી રહી છે.જોકે તેમણે નવી એલ.ઇ.ડી લાઈટોમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.તેમજ પાલિકામાં સતાપક્ષ અને વિપક્ષ સતાના દાવપેચમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી પ્રજાના પ્રશ્નો ટલ્લે ચડી રહ્યા હોવાનું જણાવ્યું છે.સાથોસાથ તેમણે સુરતની ગોઝારી ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે મોરબીમાં ઘણા ગેરકાયદે બાંધકામો છે.અને તે ફાયરની સેફટી વિહોણા છે તેથી સુરત જેવી ઘટના મોરબીમાં ન બને તે માટે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text