મોરબીના સામાકાંઠે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં બી ડિવિઝન પોલીસે સામાકાંઠે જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી સીટી બી.ડિવિઝન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગઈકાલે મોરબીના જુના ધુંટુ રોડ પર સ્વાગત ચેમ્બર પાસે ટીનપતિનો જુગાર રમતા શિરીષભાઈ ઉર્ફે સૂરિયો રસિકલાલ નદાણા, સાગરભાઈ બાબુભાઇ કોળી, દિનેશભાઇ નાથાભાઇ નગેવાડિયાને રૂ.1820ની રોકડ રકમ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text