મોરબીના શનાળા બાયપાસ પરના વિસ્તારોમા ચૂંટણી પછી ફરી પાણીના ધાંધિયા

- text


ચૂંટણી સુધી પાણી આવ્યું ચૂંટણી પુરી થયા બાદ ફરી પાણીની મોકાણ થવાથી માત્ર મત લેવા માટે જ પાણી આપ્યાનો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસેના શ્રમજીવી વિસ્તારોમા ચૂંટણી પછી ફરી પાણીના ધાંધિયા સર્જાયો છે.સ્થાનિક લોકોએ બળાપો ઠાલવ્યો હતો કે, તેમના વિસ્તારોમા ચૂંટણી સુધી પાણી બરોબર આવ્યું હતું.પણ જેવી ચૂંટણી પુરી થઇ કે તરતજ પાણીની સમસ્યા ફરી સર્જાઈ છે.તેથી શુ માત્ર મત લેવા માટે જ તંત્રે પાણી આપ્યું હતું? તેવો સ્થાનિકોએ સણસણતો સવાલ કર્યો છે.

- text

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખરીએ પાલિકા તંત્રને લેખિતમાં રજુઆત કરી હતી કે શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર, ગોકુલનગર, મફતિયાપરા સહિતના વિસ્તારોમાં ઉનાળા પ્રારંભથી પાણીની મોકાણ સર્જાઈ હતી.પાણી માટે આ વિસ્તારના શ્રમજીવી લોકોને દરબદર ભટકવું પડતું હતું.ત્યારે આ વિસ્તારના લોકોએ પાણી પ્રશ્ને તંત્ર સામે ભારે લડત ચલાવી હતી અને પાલિકા કચેરીએ વખતોવખત મોરચો માંડ્યો હતો.પણ અગાઉ લોકસભાની ચૂંટણી નજીક હોવાથી તંત્રએ આ વિસ્તારોનો પાણી પ્રશ્ન હલ કરી દીધી હતો અને ચૂંટણી સુધી આ વિસ્તારોમા પાણી પૂરતા પ્રમાણમાં આવ્યું હતું.ચૂંટણી સુધી ફૂલ ફોર્સથી આવતું પાણી ચૂંટણી પુરી થઈ ગયા બાદ ડચકા ખાવા માંડ્યું છ. ચૂંટણી પુરી થતા જ અગાઉની જેમ ફરી પાણીના ધાધિયા શરૂ થઈ ગયા છે.તેથી વિસ્તારોના લોકોને હેરાનગતિ ફરી જેસે થે જેવી થઈ ગઈ છે.ત્યારે આ વિસ્તારોના લોકોએ એવો સણસણતો સવાલ કર્યો છે કે, શું ચૂંટણીમાં મતની લાલચે પાણી આપવામાં આવ્યું હતું કે કેમ? જો આવું ન હોય તો ચૂંટણી પુરી થયા બાદ પાણીની મોકાણ ફરી કેમ શરૂ થઈ? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીની સાથે સ્ટ્રીટ લાઈટો બધ, ખરાબ રોડ રસ્તા, ઉભરાતી ગટરોથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને તેમણે આ તમામ પ્રશ્નો હલ કરવાની માંગ કરી છે.

- text