મોરબી એલસીબીના પીએસઆઈ આર. ટી. વ્યાસને એ ડિવિઝનમાં મુકાયા

- text


મોરબી : મોરબીમાં ચૂંટણી પછી ઘણા ફેરફારો છે જેમાં બદલીઓ અને પ્રમોશનનો માહોલ શરૂ થવાની તૈયારીમાં જ છે એ પહેલાં થોડા દિવસ પહેલા મોરબી બી ડિવિઝન પીએસઆઈ એ. બી. જાડેજાને અગમ્ય કારણસર સસ્પેન્ડ કર્યા બાદ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા હાલના એલસીબી પીએસઆઈ આર.ટી.વ્યાસને મોરબી શહેરમાં વધતા જતા ગુણખોરીને ડામવા એ ડીવીઝન પોલીસમથકમાં મુકવામાં આવ્યા છે.

- text

જો કે એસપી કરનરાજ વાઘેલા દ્વારા એકાએક જ એલસીબીમાથી મુક્ત કરી પીએસઆઈ આર.ટી.વ્યાસને એ ડિવિઝનમાં મુકવામાં આવતા મોરબી પોલીસ અધિકારીઓમાં આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદર થી મોરબીમાં નિમણુક થયા બાદ પીએસઆઈ આર ટી વ્યાસે એસઓજી ,ઈન્ચાર્જ એલસીબી પીઆઈ ,મોરબી તાલુકા પોલીસ પીએસઆઈ સહિતના પોલીસમથકમાં મહત્વની ભુમિકા ભજવી અને પોતાની ફરજ દરમ્યાન અનેક ગુનાઓ ડિટેકટ કરી આરોપીઓને ભો ભીતર કરી દીધા છે ત્યારે પીએસઆઈ આર ટી વ્યાસને એલસીબીમાંથી એ ડિવિઝનમાં તાત્કાલિક મૂકી દેવામાં આવતા મોરબીના પોલીસતંત્રમાં ગરમીનો માહોલ જોવા મળ્યો છે.

- text