ટંકારાના હમીરપર ગામે 29મીથી રામાપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ,રામાંમંડળ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

ટંકારા : ટંકારાના હમીરપર ગામે રામદેવપીર મંદિરના આગામી તા.29થી 31મેં સુધી ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક કાર્યક્રમોના ભાગરૂપે તા.31 મેના રોજ નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ધાર્મિક વિધિ વિધાનના કાર્યોની સાથે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

હમીરપર રામદેવપીરના મંદિરે સ્વ.ઓધવજીભાઈ તળશીભાઈ ભોરણીયાની પુણ્ય સ્મૃતિ નિમિતે ભોરણીયા પરિવાર અને ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા યોજાનાર આ સર્વરોગ નિદાન કેમ્પમાં ડો.ભરત કૈલા, ડો.શરદ રૈયાણી, ડો.ધર્મેશ ભલોડિયા, ડો.વિનોદ કૈલા, ડો.મયુર જાદવાણી, ડો.બ્રિજેશ કૈલા, ડો.વિજય સીસોદીયા, ડો.મનોજ કૈલા, ડો.હિતેશ પારેખ સહિતના તબીબો સેવા આપશે.

- text

આ સર્વરોગ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધાર્મિક વિધિ વિધાનના કાર્યક્રમો યોજાશે અને શાસ્ત્રી સાગર દવે ધાર્મિક વિધિ વિધાનના કાર્યોની વિધિ કરાવશે.તે ઉપરાંત રામામંડલ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા ભોરણીયા પરિવારના ધનજીભાઈ, મગનભાઈ, રાજેશભાઇ, પ્રવીણભાઈ, નરેશભાઇ સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text