યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોરના લગ્નની વર્ષગાંઠ અને લાડકી પુત્રીના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

- text


આપવાના આનંદ કાર્યક્રમ હેઠળ ઝૂંપટપટ્ટીના 50 બાળકોને સ્વચ્છતાની કીટ અને 500 બાળકોને ચંપલનું વિતરણ કરી રસપુરીનું પૌષ્ટિક ભોજન કરાવ્યું

મોરબી : મોરબીમાં પ્રબળ દેશભાવના સાથે સ્વસ્થ સમાજના નિમાર્ણ માટે જુદીજુદી રચનાત્મક પ્રવૃત્તિ કરીને જનજાગૃતિના પ્રયાસ માટે સદાય સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેન રબારીના લગ્નની વર્ષગાંઠ અને લાડકી પુત્રી મનસ્વીના જન્મદિવસની યંગ ઇન્ડિયા ગ્રુપના આપવાના આનંદની પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ઝૂંપટપટ્ટી અને પછાત વિસ્તારના 50 ગરીબ બાળકોને સ્વચ્છતાની કીટ અને 500 બાળકોને બળબળતા તાપથી રક્ષણ આપવા માટે સારા ચંપલનું વિતરણ કરી તેમજ તમામ ગરીબ બાળકોને રસપુરીનું પૌષ્ટિક ભોજન કરાવીને ઈશ્વર સમાં આ બાળ દેવતાઓને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો.

- text

મોરબીમાં દેશભક્તિને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપના આંગણે આજે બેવડો અવસર આવ્યો હતો. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીના લગ્નની આજે વર્ષગાંઠ હતી તથા આજ દિવસે પ્રેમાળ પુત્રી મનસ્વીનો જન્મદિવસ છે.તેથી આ બન્ને પ્રસંગની પણ અગાઉની ગ્રુપની પરંપરા અનુસાર બીજાને આનંદ આપીને પોતે આનંદ માણવો તે પ્રણાલી મુજબ જ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દેવેનભાઈ રબારીના લગ્નની વર્ષગાંઠ અને તેમની લાડકી પુત્રી મનસ્વીના જન્મદિવસ નિમતે રોકડીયા હનુમાન મંદિર ખાતે ઝૂંપટપટ્ટી અને પછાત વિસ્તારોના 50 ગરીબ બાળકોને સ્વચ્છતાની કીટ અને 500 બાળકોને બળબળતા તાપથી રક્ષણ આપવા ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ ગરીબ બાળકોને કેરીના રસ અને પુરીનું સ્વાદિષ્ટ ભોજન કરાવીને ઈશ્વર સમાં આ બાળ દેવતાને રાજી કરવાનો હકારાત્મક પ્રયાસ કરાયો હતો. આ તકે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે. દરેક પ્રસંગનો પોતે આનંદ માણવાને બદલે બીજાને આનંદ આપીને ઉજવણી કરવામાં આવે તો જ એ પ્રસંગની સાર્થકતા જળવાઈ રહે છે.આ જ આપણી ભારતીય સંસ્કૃતિ છે .દરેક લોકો જરૂરિયાતમંદો સાથે મળીને પોતાના પ્રસંગોની ઉજવણી કરીને તેમને સાચા હૃદયથી આનંદ આપે તેવો જ અમારો આ આપવાના આનંદ કાયકર્મનો શુભ આશય છે.

- text