વાંકાનેરમાં અમદાવાદની યુવતી પર હુમલો : મોબાઈલ અને રોકડ રકમ ગાયબ

- text


પહેલા વાંકાનેર સિવિલ કોર્ટમાં થઇ બોલાચાલી : મોરબી જતા રસ્તામાં ચાર લોકોએ ગાડી આડી નાખી એ યુવતીને માર્યો માર

વાંકાનેર : વાંકાનેરમાં અમદાવાદની યુવતી પર તેના પતિ, દિયર તેમજ અન્ય બે લોકો દ્વારા યુવતીની ગાડીનો પીછો કરી ગાડી રોકાવી માર મારવામાં આવતા વાંકાનેર પંથકમાં ચકચાર મચી છે મળતી માહિતી મુજબ ફરિયાદી પૂજાબેન શીશીલભાઈ વસીયાણી રહે. અમદાવાદ વાંકાનેર કોર્ટ કામે આવેલ જ્યાં સિવિલ કોર્ટ પરિષદમાં આરોપી યુવતીના પતિ શીશીલ જીતેન્દ્ર વસીયાણી, દિયર મિલન જીતેન્દ્ર વસીયાણી, શૈલેષ મેરજા અને અશોકે યુવતિ સાથે બોલાચાલી કરેલ ત્યારબાદ વાંકાનેર કોર્ટમાંથી મોરબી તરફ જતી યુવતીની કારનો આ લોકોએ પીછો કરી રાણેકપર ના પાટીયા પાસે યુવતીની ગાડી નંબર GJ27AH9424 વોક્સ-વેગન કારને આરોપીઓએ પોતાની ગ્રે કલરની વરના કાર આડી નાંખી યુવતી સાથે રહેલ ડ્રાઈવરને માર મારેલ તેમજ સાથે રહેલ યુવતીના મમ્મીને પણ માર મારેલ તેમજ યુવતીને ગાળો આપી પગના ભાગમાં, કમરના ભાગે તેમજ માથામાં કપાળના ભાગે કાળા લોખંડના પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આ મારામારી દરમિયાન યુવતીના મમ્મી અને ડ્રાઈવર પોતાનો જીવ બચાવવા ત્યાંથી નીકળી ગયેલ અને આ મારામારીમાં યુવતીનો મોબાઇલ તેમજ ગાડીમાં રહેલ રોકડ રકમ રૂ ૫૦૦૦૦ ગાયબ થઈ ગયેલ. વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર મારામારી થતાં વાહન ચાલકો ત્યાં આવી જતાં આરોપીઓ ભાગી ગયેલ અને યુવતીને એમ્બ્યુલન્સમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ જ્યાં યુવતીના જણાવ્યા મુજબ યુવતી દ્વારા અમદાવાદમાં તેના પતિ પર શારીરિક, માનસિક ત્રાસ આપવા અંગેનો કેસ કરેલ હોય તે કેસ પાછો ખેંચવા માટે માર મારેલ તેમજ જો કેસ પાછો નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે.

- text

વાંકાનેર સીટી પોલીસ દ્વારા આરોપીઓ પર આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૦૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીના પિતા મુકેશભાઈ જેઠાભાઈ પટેલ, તેની પત્ની હંસાબેન મુકેશભાઈ પટેલ, યુવતી પુજાબેન મુકેશભાઈ પટેલ અને યુવતીનો ભાઈ નિસર્ગ ઉર્ફે રાજા ઉર્ફે યસ મુકેશભાઈ આ આખા પરિવાર સામે થોડા સમય પૂર્વે જ મોરબીમાં અનેક લોકો સાથે ૧.૮૨ કરોડની છેતરપીંડી આચરવામાં આવી હતી જે મામલે પોલીસે ધરપકડ કરી હતી અને આરોપીની પૂછપરછ ચલાવી હતી અને ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનમાં આ યુવતીના પિતા મુકેશ પટેલ વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળેલ છે.

- text