હળવદ તાલુકાના મિયાણી ગામે વાળામાં પડેલ કડબમાં લાગી આગ

- text


 

અંદાજે ૮૦૦થી ૯૦૦ મણ કડભ આગની ઝપટમાં આવી જતા બળીને ખાખ : ગામલોકોએ ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો

હળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામે પશુપાલકના વાડામાં પડેલ કડબમાં એકાએક આગ લાગતા વાડામાં પડેલ સંપૂર્ણ કડબ બળીને ખાખ થઈ જતા પશુપાલકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.

- text

ગામ લોકોના જણાવ્યા મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા દુદાભાઈ ભરવાડના વાડામાં પડેલ કડબમાં આજરોજ બપોરના એકાએક આગ લાગતા વાડામાં પડેલ ૮૦૦થી ૯૦૦ મણ કડબ બળીને ખાખ થઈ ગઈ હતી. અત્રે નોંધવુ રહ્યું કે, દુષ્કાળ જેવી પરિÂસ્થતિમાં સુકા ઘાસચારાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે તેવા સમયે માંડ માંડ પશુઓ માટે એકઠો ઘાસચારો બળીને ખાખ થઈ જતા પશુપાલકને પડયા પર પાટુ જેવો તાલ સર્જાયો છે. જયારે આ બાબતે ટીકર ગામના સામાજિક અગ્રણી વિજયભાઈ પટેલએ મામલતદારને મૌખિક રજુઆત કરી જરૂરી સહાય આપવા જણાવ્યું હતું.

 

- text