મોરબીમાં કન્ટેનર વિજપોલ સાથે અથડાતા ટોળાએ ચાલકની કરી ધોલાઈ

- text


 

મોરબી : મોરબીમાં વિજય ટોકીઝ પાસે રોડ પર બેકાબુ બનેલું કન્ટેનર વિજપોલ સાથે અથડાયું હતું.આ અકસ્માતથી રોષે ભરાયેલા લોકોના ટોળાએ કન્ટેનર ચાલકની ધોલાઈ કરી નાખી હતી.જોકે મુખ્યમાર્ગો પર ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં આવડું મોટું કન્ટેનર પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસી જતા લોકો રોષે ભરાયા હતા.

- text

મોરબીના વિજય ટોકીઝ પાસેના માર્ગ રાત્રે ૮:૩૦ના અરસામાં જી.જે.12 એ ઝેડ 8374 નંબરનું તોતીગ કન્ટેનર પસાર થઈ રહ્યું હતું.ત્યારે સાંકડા રોડ પર આવડું મોટું કન્ટેનરને વણાંક વાળતી વખતે ચાલકે સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવ્યો હતો.આથી કન્ટેનર વિજપોલ સાથે અથડાયું હતું.જેથી વિજપોલ નમી ગયો હતો અને વીજ વાયરો તૂટી ગયા હતા .આ બનાવથી રોષે ભરાયેલા લોકોના ટોળાએ કન્ટેનર ચાલકને સારી પેઠે મેથીપાક ચખાડ્યો હતો.બાદમાં કન્ટેનર ચાલક જુના બસ સ્ટેન્ડ થઈને રવાના થઈ ગયો હતો.

- text