મોરબીમાં યુવાને વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ પીધુ

- text


 

માતાની કેન્સરની બીમારીની સારવાર માટે વ્યાજે લીધેલા નાણા પરત ચૂકવી ન શકતા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈને યુવાને પગલું ભર્યું

મોરબી : મોરબીમાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે.હાલ આ યુવાન રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.માતાની કેન્સરની બીમારીની સારવાર માટે યુવાને 11 શખ્સો પાસેથી વ્યાજે લીધેલા નાંણા સમયસર ચૂકવી ન શકતા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈને તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળે છે.

- text

આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતાં નિમેષ મધુસુદનભાઈ વ્યાસ ઉ.વ.39 નામના યુવાને ગઈકાલે ફીનાઇલ પી લેતા તેને તાકીદે રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.આ બનાવમાં જાણવા મળતી વિગતો અનુસાર નિમેષની માતાને કેન્સરની બીમારી હોય માતાની આ બીમારીનો ઈલાજ કરવા માટે તેણે 11 શખ્સો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા.ત્યારબાદ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા યુવાને આ વ્યાજે લીધેલા નાણાં ચૂકવવા માટે મિત્ર પાસે મદદ માટે હાથ લંબાવ્યો હતો.પરંતુ તેમાં તેને મદદ મળી ન હતી.બીજીબાજુ વ્યાજખોરો દમદાટી આપતા હોવાથી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈને આ યુવાને ગઈકાલે ફીનાઇલ પી લીધી હતું.હાલ તે રાજકોટમાં સારવાર હેઠળ છે.પોલીસે આ બનાવમાં સત્ય શુ છે તે જાણવા તપાસ હાથ ધરી છે.

- text