મોરબી : તું ક્યાં અંધ છો તેમ કહીને અંધ વ્યક્તિને લાકડી ફટકારી

- text


જાણ્યા શખ્સ સામે નોંધાઇ ફરિયાદ

મોરબી : મોરબીના કબ્રસ્તાન પાસે ગતમોડી રાત્રે એક અંધ વ્યક્તિને એક અજાણ્યા શખ્સે તું ક્યાં આંધળો છો તેમ કહીને લાકડીથી માર માર્યો હતો.આ બનાવ અંગે તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધીને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

મોરબીના માધાપર વિસ્તારની શેરી નંબર 20માં આવેલ દશામાંના મંદિર પાસે રહેતા યોગેશભાઈ ગોવીંદભાઈ રાઠોડ ઉ.વ.58 નામના અંધ વ્યક્તિએ એક અજાણ્યા શખ્સ સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગતમોડી રાત્રિથી આજે વહેલી સવાર દરમ્યાન મોરબીના કબ્રસ્તાન પાસેની કુવાડિયા પીરની દરગાહ પાસે બેઠા હતા.તે દરમ્યાન એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યા હતો અને તેમની સાથે તું ક્યાં આંધળો છો તેમ કહી બોલાચાલી કરી વગર કારણે તેમને લાકડીથી માર માર્યા હતો.આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદીની રાત્રે બિલકુલ દેખાતું નથી અને દિવસમાં થોડું ઓછું દેખાય છે.તેથી રાત્રે કેટલા વાગ્યે બનાવ બન્યો અને આરોપી કોણ તે વિશે તેઓ જાણતા નથી.હાલ એમની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text