મોરબી : પોલીસે આખો દિવસ ફિલ્ડિંગ ભરી પણ આત્મવિલોપનની ચીમકી આપનાર ફરકયા જ નહીં !

- text


વાંકાનેરમાં દૂધ ઉત્પાદક મંડળીઓમાં કૌભાંડના આક્ષેપ સાથે આત્મ વિલોપનની ચીમકી આપી હતી

મોરબી : મોરબી તાલુકા સેવા સદન પાસે વાંકાનેરના જાગૃત નાગરિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં કૌભાંડના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી આપ્યા બાદ આજે તેઓ ડોકાય જ ન હતા. આજે તેમની આત્મવિલોપનની ચીમકીને પગલે ફાયર વિભાગ અને પોલીસ સ્ટાફ સવારથી સેવા સદન પાસે ગોઠવાઈ ગયો હતો.પરંતુ આંદોલનકારી મોડે સુધી ન દેખાતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે રહેતા શાહબુદ્દીન હજીભાઈ માથકિયા જિલ્લા રજીસ્ટ્રાર શાખા જુના સેવાસદન લાલબાગ પાસે આજે આત્મ વિલોપન કરવાની ચીમકી આપી હતી. જેમાં તેમણે સહકારી દૂધ ઉત્પાદક મંડળી અને દૂધ ઉત્પાદક સેવા મંડળીઓમાં કૌભાંડ થતું હોવાના આક્ષેપ સાથે અરજી કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે તેમણે મોરબીના લાલબાગ પાસેના સેવાસદન ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.જેના પગલે આજે સવારથી જ સેવાસદન ખાતે ફાયર વિભાગનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ ખડેપગે થઈ ગયો હતો. જોકે આ જાગૃત નાગરિક આત્મવિલોપનની ચીમકી આપ્યા બાદ સેવાસદને ડોકાયા જ ન હતા.તેથી આ બાબતે જબરું આશ્ચર્ય સર્જાયું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text