મોરબીમાં 4 મેં એ ગોંઠણના દુઃખાવાની સારવાર માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન

- text


માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ધારક માટે નિઃશુલ્ક ઓપરેશનની સુવિધા ઉપલબદ્ધ

મોરબી : શેલ્બી હોસ્પિટલ અમદાવાદ તથા ઓમ ક્લિનિક મોરબી દ્વારા તારીખ 4/5/2019ને શનિવારે સવારે 10થી બપોરે 01 વાગ્યા સુધી ગોંઠણના દુઃખાવાની સારવાર તેમજ નિદાન માટે ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઓમ ક્લિનિક, શિવધારા શોપિંગ સેન્ટર, મિત સિલેક્શનની સામે, પંચાસર રોડ, મોરબી ખાતે આયોજિત આ ફ્રી નિદાન કેમ્પમાં ડૉ. નીતિન બુદ્ધદેવ (M.S.M.CH – -UK- ORTHO & JOINT REPLACENENT SURGEON ) પોતાની સેવા આપશે.

આ ક્લિનિકમાં આધુનિક ઝીરો ટેક્નિકની મદદથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે છે. આથી ઓપરેશનની જગ્યાએ ઓછામાં ઓછો કાપો મુકવામાં આવે છે. આના કારણે ખૂબ ઓછું લોહી વહે છે, ઓપરેશનમાં ખૂબ ઓછો સમય લાગે છે, ચેપ લાગવાની શકયતા ઘટી જાય છે અને ઓપરેશનના ત્રણ થી ચાર કલાક બાદ દર્દીની ચાલી શકવાની શકયતા વધી જાય છે.
આ કેમ્પમાં નિદાન કરાવ્યાં બાદ ઓપરેશનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે આયુષ્યમાન ભારત યોજના તેમજ માં યોજનાના કાર્ડ ધારકો માટે નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવે છે. તો આ માટે લાભ લેનાર દર્દીઓ કેમ્પમાં ભાગ લેવા માટે મો.નં. 99790 70905 અથવા 95120 08155 ઉપર અગાઉથી નામ નોંધાવી શકે છે. કેમ્પમાં આવતા સમયે દર્દીઓએ જુના એક્સરે તેમજ અગાઉના અન્ય રિપોર્ટ હોય તો એ સાથે રાખવા એક યાદીમાં જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text