મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુજીનો પ્રાગટય મહોત્સવ ધર્મોલ્લાસભેર ઉજવાયો

- text


મહાપ્રભુજીના પ્રાગટય મહોત્સવ નિમિતે યોજાયેલા વિવિધ કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો

મોરબી : મોરબીમા સામાકાંઠે આવેલી મહાપ્રભુજીની બેઠક ખાતે આજે વૈષ્ણવ સંપ્રદાયના આરાધ્ય દેવ મહાપ્રભુજીના 542મો પ્રાગટય મહોત્સવની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અને મહાપ્રભુજીના પ્રાગટય મહોત્સવ નિમિતે શોભાયાત્રા સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.

મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાયના આરાધ્ય દેવ મહાપ્રભુજીના આજે યોજાયેલા પ્રાગટય મહોત્સવને ભક્તિભાવ પૂર્વક ઉજવવા સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયમાં હરખની હેલી જોવા મળી હતી..સમગ્ર ભારતમાં 84 બેકઠોમાની એક મહાપ્રભુજીની બેઠક મોરબીના સામાકાંઠે એલ.ઇ.કોલેજ પાછળ આવેલી છે.જ્યાં આજે પુષ્ટિમાર્ગના આરાધ્ય દેવ વૈશ્વનવાનર વિભુનાં 542 પ્રાગટય મહોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવવાનું આયોજન કરાયું હતું..જેમાં પ્રાગટય મહોત્સવ નિમિતે આજે મહાપ્રભુજીની બેઠક ખાતે મંગલા દર્શનની આરતી, ગિરિરાજ સ્નાન, પલના દર્શન, રાજભોગ દર્શન, નંદ મહોત્સવ, તિલક દર્શન , ઝારીજી ચરણ સ્પર્શ અને ત્યારબાદ દરબાર ગઢથી મદનમોહન લાલજીની હવેલી સુધી વરણાગી નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.જોકે આ મહાપ્રભુજીની બેઠક ખાતે એવી લોકવાયકા છે કે, અહીં મહાપ્રભુજીએ બેસીને ભાગવત ગીતાના વર્ચનામૃતના પાઠ કર્યાં હતાં.તે વૃક્ષ અંદાજે 550 વર્ષ પુરાણું છે.આ વૃક્ષ હજુ પણ મહાપ્રભુજીની બેઠક ખાતે મોજુદ છે.આજે મહાપ્રભુજીના પ્રાગટય મહોત્સવ નિમિતે શ્રધ્ધાળુઓએ આ વૃક્ષના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text