પ્રજ્ઞાચક્ષુઓ માટે દાન પેટીઓ મુકવાનું આયોજન : સહકાર માટે દાતાઓને અપીલ

- text


મોરબી : પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર દ્વારા પ્રજ્ઞાચક્ષુઓના પુનર્વસન સહાયતા માટે શહેરનાં વિવિધ વિસ્તારોમાં દાનપેટી મૂકીને ફાળો એકત્રિત કરવાના ભાગરૂપે રાહત દરે દાન પેટીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સેવા કેન્દ્ર દ્વારા દાતાઓ પાસેથી માત્ર 170 રૂપિયા જેવી નગણ્ય રકમ લઈને આ દાનપેટી ફાળવવામાં આવે છે. દાન પેટીના દાતાઓ પોતે ઈચ્છે તે જગ્યાએ દાનપેટી મૂકી શકે છે. સાથોસાથ તે દાન પેટી ઉપર દાતાનું નામ પણ લખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર દ્વારા પ્રજ્ઞાચક્ષુઓનો જીવન જીવન પ્રત્યેનો ઉત્સાહ નિરંતર જળવાઈ રહે તે માટે ઘણા સમયથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. ત્યારે શહેરવાસીઓને સંસ્થાએ અપીલ કરી છે કે પ્રજ્ઞાચક્ષુઓ માટેના નિસ્વાર્થ સેવા યજ્ઞમાં આપ પણ સહભાગી બનીને પુણ્ય કમાવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત કરો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text