કરોડોના જી.એસ.ટી. કૌભાંડમાં વધુ એક આરોપીને દબોચી લેતી મોરબી એસ.ઓ.જી.

- text


અગાઉ ૧૪ આરોપીઓ પોલીસ સકંજામાં સપડાયા હતા

મોરબી : નિર્દોષ લોકોના ડોક્યુમેન્ટ અને ફોટા યેનકેન પ્રકારે મેળવીને તેના આધારે જીએસટી નંબર મેળવી ૧૬ બોગસ પેઢીઓ ઉભી કરીને સરકારને અંદાજે અઢારેક કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર ગેંગના ૧૪ આરોપીઓને અગાઉ પકડીને જેલની હવા ખવડાવનાર મોરબી
એસઓજીએ મોરબી સ્થિત વધુ એક આરોપીની ધરપકડ કરતા પકડાયેલા આરોપીનો કુલ આંક ૧૫ થયો છે.

એસઓજીના પો.ઇન્સ. જે.એમ.આલની તપાસ દરમ્યાન કૌભાંડમાં સામેલ અજય ઉર્ફે જીગ્નેશ ધીરુભાઈ કાસુન્દ્રા (ઉં. વ ૨૯), રહે. રવાપર રેસિડેન્સી સામે, પૃથ્વી એપાર્ટમેન્ટ, ૨૦૨, મોરબી વાળાની આ બનાવમાં સંડોવણી ખુલતા આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કરોડોના જીએસટી ચોરી કૌભાંડમાં એસઓજીની બે ટિમ કૌભાંડીઓને પકડવા માટે કાર્યરત છે. ત્યારે વધુને વધુ આરોપીની સંડોવણી સામે આવી રહી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text