મોરબી : આહીર એકતા મંચ દ્વારા જરૂરિયાતમંદોને બ્લડની મદદ કરવા અભિયાન શરૂ કરાયું

- text


ગુજરાતના દરેક જરૂરિયાતમંદ દર્દીને લોહીની જરૂરિયાત પૂરી થઈ શકે તે માટે સમગ્ર સમગ્ર રાજ્યમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી નેટવર્ક ફેલાવાયું : મોરબી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા અપીલ

મોરબી : આહીર એકતા મંચ ગુજરાત સંગઠન દ્વારા જરૂરિયાતમંદોને બ્લડ રૂપી મદદરૂપ થવા માટે ભગરીથ કાર્ય હાથ ધરાયું છે અને એના માટે સમગ્ર રાજ્યમાં સોશ્યલ મિડીયાના માધ્યમથી નેટવર્ક ફેલવાનું શરૂ કરાયું છે. બ્લડની હેલ્પ માટે સમગ્ર રાજ્યમાં વોટ્સએપ ગુપો બનાવ્યા છે. જેમાં મોરબી ગ્રુપમાં મોરબીના રક્તદાતાઓ એ જોડાવવા માટે લોકોને અપીલ કરાઈ છે.

આહીર એકતા મંચ ગુજરાત સંગઠન દ્વારા જુદી-જુદી સમિતિઓ ગુજરાત માં કાર્યરત છે. જેમ કે શિક્ષણ સમિતિ, આહીર રેજીમેંટ સંઘર્ષ સમિતિ, સોશિયલ મીડિયા સમિતિ, રોજગાર સમિતિ અને મેડીકલ સમિતિ સમિતિઓ જુદીજુદી લોક ઉપયોગી સેવા પ્રવૃતિઓ કરે છે.ત્યારે આહીર એકતા મંચ ગુજરાત સામાજિક સંગઠન દ્વારા અણીના સમયે લોકોને રક્તની જરૂરિયાત પૂરી પાડી અમૂલ્ય જિંદગી બચી શકે તા માટે અસરકારક માધ્યમ સોશ્યલ મિફિયાનો સદુપયોગ કરવામાં આવ્યો છે.જોકે બ્લડ માટે મેડિકલ સમિતિ- આહીર એકતા મંચ ગુજરાતના દરેક સમાજના જરૂરીયાત મંદ લોકોને બને એટલી મદદ કરે છે. આમા મહત્વ નો ફાળો સોશિયલ મીડિયા નો છે માટે બ્લડ ની હેલ્પ માટે સમગ્ર ગુજરાત ના જીલ્લા પ્રમાણે વોટસપ ગ્રુપ બનાવવા મા આવ્યા છે જેમા મોરબી ગ્રુપ મા જોઈન થવા માટે કોન્ટેક્ટ આહિર લાલાભાઈ જીલરીયા 9067600096 , આહીર દેવાણંદભાઈ સોઢીયા 9737560943 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text