મોરબી : નારાયણ સેવા સંસ્થાન ઉદેપુર દ્વારા દાતાઓનું સન્માન તેમજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : જન્મજાત દિવ્યાંગ બાળકો માટે પાછલા 33 વર્ષોથી ઓપરેશન સહિતની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવી ઉદેપુર રાજસ્થાનની નારાયણ સેવા સંસ્થાન દ્વારા આગામી 28/4/2019ને રવિવારે મોરબી ખાતે સંસ્થાને દાન આપનાર દાનવીર ભામાશાઓનું સન્માન તેમજ સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 28 એપ્રિલને રવિવારે સવારે 11:00 કલાકે શ્રી મોરબી દશા શ્રીમાળી વાડી, સરદાર રોડ, જુના એસ.ટી.બસ સ્ટેશન પાસે આયોજિત આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના 400થી વધુ દાતાઓનું પ.પૂ. ડૉ. કૈલાશ માનવના પ્રમુખ સન્માન કરશે. 23 ઓક્ટોબર 1985થી કાર્યરત નારાયણ સેવા સંસ્થાન દ્વારા અત્યાર સુધીમાં આશરે 3,70,000 જેટલા જન્મજાત દિવ્યાંગોની સારવાર તેમજ ઓપરેશન કરીને જીવનના મુખ્ય પ્રવાહમાં લાવવાનો શ્રેષ્ઠતમ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યમાં આર્થિક સહયોગ આપનાર
દાતાશ્રીઓનું આત્મીય સ્નેહમિલન તેમજ તેમને સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા તેમજ રાજકોટ આશ્રમના ઇન્ચાર્જ તરુણભાઈ નાગદાએ અનુરોધ કર્યો છે. વધુ વિગત માટે તરુણભાઈના મો.નં. 9974415190 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text