વાંકાનેરના મહિકા ગામ પાસે કારે પ્લેઝર ચાલક મહિલાને હડફેટે લીધી : એક મહિલાનું મોત

- text


વાંકાનેર: મહિકા પાસે 27 નેશનલ હાઇવે ઉપર પ્લેઝર ચાલક મહિલાને અજાણ્યા કારચાલકે ઉડાડતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે 27 નેશનલ હાઇવે પર યકીન મોટર રીવાઇડીંગની બાજુમાં આવેલ ડાઇવર્ઝન પાસે પ્લેઝર ચાલક મહિલાને બાઉન્ડ્રી તરફથી આવતી અને વાંકાનેર તરફ પુરપાટ સ્પીડ માં જતી હુન્ડાઇની એસેન્ટ કાર નં. GJ 03 EC 5186 એ હડફેટે લીધા હતા. પ્લેઝરમાં રહેલ બંને મહિલાને ઇજા થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત મહીકા ગામની બાજુમાં થયો હોય ત્યાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ગાડી ચાલક ગાડી મુકીને વાંકાનેર પોલીસ સ્ટેશને જતો રહ્યો હોવાનું જાણવા મળેલ છે.

મળતી વિગત મુજબ બંને ઇજાગ્રસ્ત મહિલાઓને પીર મસાયખ દવાખાના વાંકાનેર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાદી યાસ્મીનબેન જાબીરભાઈ (ઉમર વર્ષ આશરે 27) નું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે.

- text

મૃતક મહિલા યાસ્મીનબેન એ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વેપારી બાદી મહમદ જીવાભાઇના પુત્રવધુ છે અને વાંકાનેરના પીપળીયા રાજ ગામની દિકરી છે. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text